સંભાળીને ! રણવીર અને દીપિકાના ચાહકોનો દિવસ બગડી જશે આ સમાચાર વાંચીને 

રણવીર હવે 'ગલી બોય'માં જોવા મળશે

સંભાળીને ! રણવીર અને દીપિકાના ચાહકોનો દિવસ બગડી જશે આ સમાચાર વાંચીને 

મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી ઓનસ્ક્રિન અને ઓફસ્ક્રિન બંને જગ્યાએ જામે છે. આ કારણે આ જોડીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. જોકે હાલમાં રણવીર કરેલી સ્પષ્ટતાથી આ ચાહકોનો મુડ કદાચ બગડી જશે. રણવીરે કરેલી સ્પષ્ટતા પ્રમાણે તેની અને દીપિકાની જોડી ચાહકોને આવતા એક વર્ષ સુધી પડદા પર નહીં જોવા મળે. 

રણવીરે ડીએનએ ન્યૂઝપેપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે અને દીપિકા 2019માં કોઈ ફિલ્મમાં સાથે નહીં જોવા મળે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ''હાલમાં હું અને મારી પત્ની કોઈ ફિલ્મમાં સાથે કામ નથી કરી રહ્યા. હું આશા રાખું છું કે કોઈ ફિલ્મમેકર અમને સાથે ચમકાવવા કોઈ સારો પ્રોજેક્ટ જણાવશે. હું દીપિકા સાથે કામ કરવા માટે તલપાપડ છું. દીપિકા હાલની શ્રેષ્ઠ હિરોઇનોમાંથી એક છે. મને લાગે છે કે હજી તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ જ નથી થયો. અમારા વચ્ચે ખાસ કેમિસ્ટ્રી છે. હું તેને બહુ પ્રેમ કરું છું જે પડદા પર દેખાય છે. જોકે દીપિકા બહુ સમજી વિચારીને સ્ક્રિપ્ટ પસંદ કરે છે.''

યું વર્ષ રણવીર સિંહ માટે યાદગાર સાબિત થયું છે. ગયા વર્ષે રણવીરે પદ્માવત અને સિમ્બા જેવી ધમાકેદાર ફિલ્મ આપી છે અને દીપિકા પાદુકોણ સાથે રિયલ લાઇફમાં લગ્ન કર્યા છે. હવે રણવીરની આગામી ફિલ્મ 'ગલી બોય'નું ટીઝર સામે આવ્યું છે જેને દર્શકોએ બહુ પસંદ કર્યું છે. આ ટીઝર જોઈને રણવીરની પત્ની દીપિકા પાદુકોણ ખુશખુશાલ થઈ ગઈ છે અને કોઈપણ નવપરિણીત પત્નીની જેમ જાહેરમાં પોતાના પ્રેમનું પ્રદર્શન કરી દીધું છે. દીપિકાએ કમેન્ટ કરતા કહ્યું છે કે 'યુ આર અનસ્ટોપેબલ! હું તને પ્રેમ કરું છું અને મને તારા પર ગર્વ છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news