સારાએ કર્યું એક કામ અને રિશી કપૂરે વખાણ કરીકરીને ગજવી નાખ્યું સોશિયલ મીડિયા

હાલમાં એક્ટર રિશી કપૂરે નવોદિત કલાકાર સારા અલી ખાનના સોશિયલ મીડિયા પર જબરદસ્ત વખાણ કર્યા હતા

સારાએ કર્યું એક કામ અને રિશી કપૂરે વખાણ કરીકરીને ગજવી નાખ્યું સોશિયલ મીડિયા

મુંબઈ : હાલમાં એક્ટર રિશી કપૂરે નવોદિત કલાકાર સારા અલી ખાનના સોશિયલ મીડિયા પર જબરદસ્ત વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે એરપોર્ટ પર કેવું વર્તન કરવું જોઈએ એ સારા અલી ખાન પાસેથી શીખવું જોઈએ. હાલમાં સારાનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તે એરપોર્ટ પર પોતાનો સામાન જાતે લઈ જતી દેખાઈ રહી છે. 

23 વર્ષની સારા લખનૌથી મુંબઈ પરત આવી રહી હતી ત્યારે તે એરપોર્ટ પર પોતાનો સામાન જાતે લઈને જતી જોવા મળી હતી. આ સિવાય તેની સાથે કોઈ સ્ટાફની લાંબો ફોજ કે પછી અસિસ્ટન્ટ પણ નહોતા જોવા મળી રહ્યા. 

A post shared by yogen shah (@yogenshah_s) on

રિશી કપૂરે આર્ટિકલ ટ્વીટ કરીને કમેન્ટ કરી છે કે સારાએ બહુ સારું કામ કરીને ઉદાહરણ પુરું પાડ્યું છે. કોઈ ખોટી હવા નહીં અને ડાર્ક ગ્લાસની કોઈ ફેશન નહીં. આ છોકરીએ જબરદસ્ત કોન્ફિડન્સ દેખાડ્યો છે. 

— Rishi Kapoor (@chintskap) August 7, 2019

સારાની પર્સનલ લાઇફની વાત કરીએ તો કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ એક બીજા સાથે ખુબ એન્જોય કરી રહ્યાં છે. બંને એક બીજા માટે એટલા દીવાના છે કે તેઓ ઘરવાળાની પણ વાત સાંભળતા નથી. જો તાજા મીડિયા રિપોર્ટ્સનું માનીએ  તો સારા અલી ખાનની માતા અમૃતા સિંહ નથી ઈચ્છતી કે તેની પુત્રી કાર્તિક આર્યનને વધુ મળે. પરંતુ સારા અલી ખાન આ મુદ્દે તો કઈ પણ સાંભળવાના મૂડમાં હોય તેવું લાગતું નથી. હાલમાં જ તે કાર્તિક આર્યન સાથે ઈદ મનાવવા પણ પહોંચી ગઈ હતી. તેની તસવીરો હજુ પણ ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ છે. જો બંનેની પ્રોફેશનલ લાઈફ અંગે વાત કરીએ તો તે ખુબ જ શાનદાર ચાલી રહી  છે. આ સાથે જ કાર્તિક આર્યન અને સારા અલી ખાન ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મનું પણ શૂટિંગ કરી રહ્યાં છે. કહેવાય છે કે આ એક રોમેન્ટિક ફિલ્મ છે. જે બંનેના ચાહકોને ખુબ ગમશે. ફિલ્મનું નામ 'લવ આજ કલ 2' છે. આ ફિલ્મ આવતા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news