સલમાન અને દિશા વચ્ચે રોમાન્સ ? બહાર આવી સાચી હકીકત

દિશા હાલમાં સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં તેની સાથે કામ કરી રહી છે

સલમાન અને દિશા વચ્ચે રોમાન્સ ? બહાર આવી સાચી હકીકત

નવી દિલ્હી : બોલિવૂડમાં ફિલ્મ કાસ્ટિંગની ગેમ રસપ્રદ હોય છે. આવું જ કંઈક સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિક 2'માં ફિમેલ લીડ સાથે થઈ રહ્યું છે. આ ફિલ્મની  હિરોઇન તરીકે અત્યાર સુધી જેકલિન ફર્નાન્ડિસનું નામ ચર્ચામાં હતું પણ હવે આ રોલમાં દિશા પટણી જોવા મળશે એવી સમાચાર છે. હવે  આ ફિલ્મમાં સલમાન અને દિશા રોમેન્સ કરતા જોવા મળશે. ફિલ્મફેરમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ વાતની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પણ સુત્રોએ પુષ્ટિ કરી દીધી છે. દિશા હાલમાં સલમાનની ફિલ્મ 'ભારત'માં તેની સાથે કામ કરી રહી છે. 

દિશા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તેણે હાલમાં પોતાની ફુંગફુ પ્રેકટિસના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા હતા જે વાઇરલ બની ગયા છે. 

નોંધનીય છે કે 'કિક' 2014ની હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડિસ લીડ રોલમાં જોવા મળશે. હાલમાં સલમાન પોતાની ફિલ્મ 'ભારત'ના શૂટિંગમાં વ્યસ્ત છે આ ફિલ્મનું નિર્માણ અલી અબ્બાસ જફર કરી રહ્યા છે અને એમાં સલમાન સાથે કેટરિના કૈફ તેમજ દિશા પટણી જોવા મળશે. દિશાની કરિયરની વાત કરીએ તો એ 2018ની સુપરહિટ ફિલ્મ 'બાગી 2'માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news