સલમાન ક્યાં સુધી નહીં કરે લગ્ન ? કપિલ શર્માના શોમાં સલમાને પોતે જ કર્યો ખુલાસો
સલમાન ખાનની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સલમાન ખાનના લગ્ન વિશે તેનો દરેક ચાહક જાણવા માંગે છે. હાલમાં કપિલ શર્માના શોમાં તેણે સલમાનને આ જ સવાલ પુછી લીધો જેનો સલમાને ભારે ધમાકેદાર જવાબ આપ્યો હતો.
હાલમાં સલમાન ખાનના બનેવી અતુલ અગ્નિહોત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કપિલના શોની એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે. આ વીડિયોમાં કપિલ સવાલ કરે છે કે દીપિકા અને પ્રિયંકાના લગ્ન તો થઈ ગયા, હવે 'ભારત'માં તમારો શું રોલ છે? સલમાન આ સવાલનો મજેદાર અંદાજમાં કહે છે કે ફિલ્મમાં તો 72 વર્ષ સુધી મારા લગ્ન નથી થઈ શકતા.
કપિલ શર્માના શોએ ધમાકેદાર કમબેક કર્યું છે. આ શોનો પહેલો એપિસોડ 29 ડિસેમ્બરે ઓન એર થયો હતો અને એમાં ફિલ્મ સિમ્બાના પ્રમોશન માટે રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે