સુરતના મૌલાના સાથેના લગ્નની ખબર પર સનાએ મારી મહોર, PHOTO શેર કરીને કહ્યું કે...
સના ખાનનો લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ગુજરાતના સુરતમાં મુફતી અનસ સાથે લગ્ન કર્યા. હવે સનાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરીને લગ્નના રિપોર્ટ્સને કન્ફર્મ કર્યા છે.
Trending Photos
દિલ્હી: 'જય હો' ફેમ અભિનેત્રી અને બિગ બોસ 6ની સ્પર્ધક સના ખાને (Sana Khan)ગત મહિને પોતાના સોશિયલ મીડિયા પેજ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે વખતે તેણે ધાર્મિક કારણોનો હવાલો આપીને આ નિર્ણય લીધો હતો. હવે એક મહિના પછી વળી પાછા એવા સમાચાર આવ્યા કે સનાના ફેન્સ સ્તબ્ધ થઈ ગયા. સના ખાનનો લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ગુજરાતના સુરતમાં મુફતી અનસ સાથે લગ્ન કર્યા. હવે સનાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરીને લગ્નના રિપોર્ટ્સને કન્ફર્મ કર્યા છે.
સના ખાને હાલમાં જ તેના પતિ મૌલાના મુફ્તી અનસ સાથે દુલ્હનના પોષાકમાં એક તસવીર શેર કરીને પોતાના લગ્નની જાહેરાત કરી છે. તસવીર શેર કરીને સનાએ લખ્યું છે કે અલ્લાહની ખાતિર એક બીજાને પસંદ કર્યા...અલ્લાહને ખાતિર એક બીજા સાથે લગ્ન કર્યા...અલ્લાહ અમને આ દુનિયામાં એકસાથે રાખે....અમને જન્નાહમાં પણ એક સાથે રાખે. સના ખાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે.
સુરતમાં થયા સનાના લગ્ન
અત્રે જણાવવાનું કે તેના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ગુજરાતના સુરતમાં મુફઅતી અનસ સાથે લગ્ન કર્યા. વાયરલ વીડિયોમાં સના ખાન હિજાબ સાથ વ્હાઈટ એમ્બ્રોઈડરીવાળા ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે તેનો પતિ વ્હાઈટ કલરની શેરવાનીમાં છે. ફેન્સ મુફ્તી અને અનસને શુભેચ્છા પાઠવવાની સાથે સાથે ચોંકાવનારા રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયોમાં સના ખાન પતિનો હાથ પકડીને સીડીઓ ઉતરતી જોવા મળે છે. એક અન્ય વીડિયોમાં સના ખાન કેક કાપીને પતિને ખવડાવતી જોવા મળી રહી છે. સ્પોટબોયના રિપોર્ટ મુજબ સના ખાનને તેના પતિ સાથે મુલાકાત બિગ બોસ ફેમ એજાઝ ખાને કરાવી હતી.
ગત મહિને લીધો હતો ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય
નોંધનીય છે કે તાજેતરમાં જ તેણે ઈન્ડસ્ટ્રી છોડવાના નિર્ણય અંગે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે ભાઈઓ અને બહેનો...આજે હું મારી જિંદગીના એક મહત્વના વળાંક પર તમારી સાથે વાત કરી રહી છું. હું વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જીવન જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારની ફેમ, ઈજ્જત અને દૌલત મારા ચાહનારાઓ તરફથી નસીબ થઈ છે, જેના માટે હું આભારી છું.
તેણે લખ્યું હતું કે શું માણસે એ ન વિચારવું જોઈએ કે તેનું મોત ગમે તે ક્ષણે આવી શકે છે અને મૃત્યુ બાદ તે શું બનવાનો છે? આ બે સવાલોના જવાબ હું ક્યારની શોધી રહી છું, ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મૃત્યુ બાદ મારું શું થશે. આ સવાલનો જવાબ મે જ્યારે મારા ધર્મમાં શોધ્યો તો મને ખબર પડી કે દુનિયાની આ જિંદગી અસલમાં મર્યા બાદની જિંદગીને વધુ સારી બનાવવા માટે છે અને તે આ જ સુરતમાં સારી થશે, જ્યારે વ્યક્તિ પોતાને જન્મ આપનારા હુકમ મુજબ જીવન પસાર કરે અને દોલત શોહરતને પોતાનો લક્ષ્યાંક ન બનાવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે