સંજય દત્તને ફેફસાંનું કેન્સર, જાણિતા ફિલ્મ સમીક્ષકે ટ્વિટ કરી આપી માહિતી

આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. પરંતુ પોતાના પાલી હિલના ઘરમાં પહોંચ્યાના બીજા દિવસે જ સંજય દત્તે હશે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રજા પર જવાની જાહેરાત કરી દીધી છે. 

Updated By: Aug 11, 2020, 11:40 PM IST
સંજય દત્તને ફેફસાંનું કેન્સર, જાણિતા ફિલ્મ સમીક્ષકે ટ્વિટ કરી આપી માહિતી

મુંબઇ: આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. પરંતુ પોતાના પાલી હિલના ઘરમાં પહોંચ્યાના બીજા દિવસે જ સંજય દત્તે હશે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રજા પર જવાની જાહેરાત કરી દીધી છે. 

ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાએ ટ્વિટ કરીને સંજય દત્તને કેન્સર હોવાની વાત કહી છે. કોમલ નાહટા ફિલ્મ ઈન્ફોર્મેશન ડોટ સાઈટના એડિટર પણ છે. તેણે પોતાની સાઈટ ઉપર પ્રસિદ્ધ કરેલા વિગતોમાં જણાવ્યું છે કે સંજય દત્તને લંગ કેન્સર છે.

સંજય દત્તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લખ્યું કે ''હાય દોસ્તો, હું મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી થોડો બ્રેક લઇ રહ્યો છું. મારો પરિવારા અને મારા મિત્રો મારી સાથે છે અને હું મારા શુભચિંતકોને ગુજારિશ કરું છું કે મારી તબિયતને લઇને બિનજરૂરી અનુમાન ન લગાવો. તમારા બધાનો પ્રેમ અને શુભકામનાના કારણે હું જલદી જ પરત ફરીશ.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🙏🏻

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્તને ફેફસાંનું કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. કેન્સરની સારવાર માટે અમેરિકા જશે. જોકે અત્યાર સુધી કોઇએ પણ સંજય દત્તને કેન્સર હોવાની પુષ્ટિ કરી નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube