સુભાષ ઘઈને મોંઘો પડી શકે છે #MeTooનો આરોપ, લેવાશે મોટો નિર્ણય?

હાલમાં જ ફિલ્મમેકર સુભાષ ઘઈ પર કેટ શર્માએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો

સુભાષ ઘઈને મોંઘો પડી શકે છે #MeTooનો આરોપ, લેવાશે મોટો નિર્ણય?

નવી દિલ્હી : હાલમાં અભિનેત્રી કેટ શર્માએ #MeTooનો અનુભવ શેયર કરીને ડાયરેક્ટર સુભાષ ઘઈ પર યૌન શોષણનો કેસ ફાઈલ કર્યો છે. આ પછી એક બીજેપી નેતાએ સુભાષ ઘાઈની એક્ટિંગ સ્કૂલને કરાયેલી જમીનની ફાળવણી રદ કરવાની માગણી કરી છે. બીજેપીના મુંબઈ એકમના સચિવ વિવેકાનંદ ગુપ્તાએ ટ્વિટર પર સુભાષ ઘઇ વિરૂદ્ધ એક્શનની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે સુભાષ ઘઇ વિરૂદ્ધ લાગેલા યૌન શોષણના આરોપને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર જમીનની ફાળવણી રદ કરે. આ મામલે જો મોટો નિર્ણય લેવાય તો જમીનની ફાળવણી રદ થઈ શકે છે. 

યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલ  Me Too અભિયાનના તોફાને બોલિવુડના અનેક દિગ્ગજ કલાકારોને પોતાના ઝપેટમાં લઈ ચૂક્યા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલ પોતાના અનુભવો શેર કર્યા હતા. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામે આવ્યું છે. 

કેટનો આરોપ છે કે, આ વર્ષે 6 ઓગસ્ટના રોજ સુભાષ ઘઈએ બર્થડે પાર્ટી આપવાના બહાને મને બોલાવી હતી અને સૌની સામે બોડી મસાજ આપવાનું કહ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કેટ શર્માએ કહ્યું કે, સુભાષ ઘઈને બોડી મસાજ આપ્યા બાદ હું હાથ ધોવા જતી રહી હતી, પરંતુ ત્યારે સુભાષ ઘઈ મારી પાછળથી આવ્યા અને મને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી. તે દરમિયાન તેમણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news