ટાઇગર શ્રોફે કર્યો માઇકલ જેક્સન જેવો ગજબનાક ડાન્સ, વાયરલ થયો વીડિયો

ટાઇગરે ફિલ્મ મુન્ના માઇકલમાં કમાલનો ડાન્સ કર્યો હતો અને હવે એનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

Updated By: Nov 17, 2019, 04:01 PM IST
ટાઇગર શ્રોફે કર્યો માઇકલ જેક્સન જેવો ગજબનાક ડાન્સ, વાયરલ થયો વીડિયો

મુંબઈ : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફના ડાન્સ અને એક્શનના અનેક ચાહકો છે. ટાઇગરે પોતાની અત્યાર સુધીની ફિલ્મોથી સાબિત કર્યુ છે કે ડાન્સ અને એક્શનના મામલામાં તે નંબર વન છે. ફિલ્મ મુન્ના માઇકલમાં ટાઇગર શ્રોફ એવા છોકરાનો રોલ કરી રહ્યો છે જે માઇકલ જેક્સનનો ચાહક છે અને ડાન્સના આધારે લોકપ્રિયતા મેળવે છે. 

ટાઇગરે આ ફિલ્મમાં કમાલનો ડાન્સ કર્યો હતો અને હવે એનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે માઇકલ જેક્સનની જેમ જ ડાન્સ કરતો જોવા મળે છે. હકીકતમાં આ એક કોલાજ વીડિયો છે જેમાં એક તરફ ટાઇગર શ્રોફ ડાન્સ કરે છે અને બીજી તરફ માઇકલ જેક્સનના ડાન્સની ક્લિપ જોડવામાં આવી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Us MJ wannabes be like😜🚶🏻‍♀🚶🏻‍♀ . . #moonwalkingintotheweekend #throwback #mytributetotheking #mj

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

આ વીડિયો જોઇને લોકો ખુશ થઈ જાય છે કારણ કે ટાઇગર શ્રોફ બિલકુલ માઇકલ જેક્સનની જેમ ડાન્સ કરે છે. ટાઇગરની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ બાગી 3 છે જેનું ડિરેક્શન અહમદ ખાન કરી રહ્યો છે. 

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...