દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના બે ભાઇ થયા Corona પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
Trending Photos
મુંબઇ: બોલિવુડના જાણીતા અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)ના ભાઇ એહસાન ખાન અને અસલમ ખાનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે બંને આ સમયે હોસ્પિટલમાં દાખલ છે. શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે 90 વર્ષીય એહસાન અને 88 વર્ષીય અસલમને શનિવારના મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બંને ભાઇઓની સારવાર ડો. જલીલ પારકર કરી રહ્યાં છે.
આ બંને ભાઇ દિલીપ કુમારથી અલગ રહે છે. પારકરે જણાવ્યું કે, તેમણે શનિવારની મોડી રાતે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનું ઓક્સીજન લેવલ ઓછું છે. બંને નોન-ઇનવેસિસ વેન્ટિલેટર સપોર્ટ પર છે.
આ પણ વાંચો:- VIDEO: 'સડક 2'ના ટ્રેલર બાદ હવે ફિલ્મનું ગીત પણ બન્યું લોકોના રોષનો ભોગ, Dislikeનો વરસાદ
તમને જણાવી દઇએ કે, માર્ચમાં 97 વર્ષીય અભિનેતા દિલીપ કુમારે ટ્વિટર પર તેમની હેલ્થ અપડેટ રજૂકરી હતી. તેમાં લખ્યું હતું કે, અભિનેતા અને તેમની પત્ની સાયરા બાનુ (75) કોરોના વાયરસ મહામારીના કારણે કમ્પ્લીટ આઇસોલેશન અને ક્વોરન્ટાઇનમાં હતા.
તેમણે એવું પણ કહ્યું હતું, મને સંક્રમણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સાયરાએ કોઇ રીત બાકી રાખી નથી. (ઇનપુટ: પીટીઆઇ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે