કરિશ્મા તન્ના સાથે સની લિયોનીનો VIDEO થયો વાઇરલ, લાખો લોકોએ જોઈને ગુમાવ્યા હોંશ

સની લિયોનીનું નવું ગીત 'ટેન્શન વાલી રાત'  હાલમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે

કરિશ્મા તન્ના સાથે સની લિયોનીનો VIDEO થયો વાઇરલ, લાખો લોકોએ જોઈને ગુમાવ્યા હોંશ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીનો અંદાજ લોકોને પસંદ આવે છે. તે દરેક વખતે કોઈને કોઈ નવા અંદાજમાં જોવા મળે છે. સની પોતાના ગીતોની ધુનથી લોકોના દિલ પર રાજ કરે છે.  હાલમાં સનીનું નવું ગીત 'ટેન્શન વાલી રાત'  હાલમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. આ ગીતમાં સની એકલી નથી પણ એની સાથે કરિશ્મા તન્ના પણ છે. સનીના આ ગીતને નેહા કક્કડ અને ફરહાદ ભિવાંડીવાલાએ ગાયું છે અને શબ્દો અરકોએ લખ્યા છે. 

4 ડિસેમ્બરે Zee Music Company દ્વારા યુ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા આ ગીતને અત્યાર સુધી 14 લાાખથી વધારે લોકોએ જોયું છે. ભારતીય મૂળની કેનેડિયન એક્ટ્રેસ સનીએ કહ્યું છે કે તેને વિવિધ ભાષાની ફિલ્મોમાં કામ કરવામાં કોઈ સમસ્યા નથી. તે બહુ જલ્દી તામિલ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની છે. આ મામલે સની કહે છે કે હું એવી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છું છું જે મને પસંદ આવે છે અને આ ફિલ્મો અલગઅલગ ભાષામાં હોય તો પણ મને કોઈ વાંધો નથી. 

'વીરમાદેવી'ના ડિરેક્ટર વી.સી. વદિવુદાયાન છે અને એમાં નવદીપ મુખ્ય ભુમિકામાં છે. સની હાલમાં તેની બાયોપિક વેબ સિરિઝના કારણે પણ ચર્ચામાં હતી. તેના જીવન પર બનેલી બનેલી વેબ સિરિઝ 'કરનજીત કૌર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની'ની પહેલી સિઝન બહુ હિટ રહી હતી. ZEE5 પર પ્રસારિત થનારી આ સિરિઝની બીજી સિઝન પણ આવી ગઈ છે. આ સિવાય સની લિયોનીનું નવું ગીત 'ટેન્શન વાલી રાત'  હાલમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news