રિયાનો મોટો ખુલાસોઃ પોતાની બહેન પ્રિયંકાથી ખુબ દુખી હતો સુશાંત- જુઓ Whatsapp Chat

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી  (Rhea Chakraborty)એ પોતાના બોયફ્રેન્ડ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની સાથે વોટ્સએપ પર થયેલી પોતાની વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે. 

રિયાનો મોટો ખુલાસોઃ પોતાની બહેન પ્રિયંકાથી ખુબ દુખી હતો સુશાંત- જુઓ Whatsapp Chat

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી  (Rhea Chakraborty)એ પોતાના બોયફ્રેન્ડ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની સાથે વોટ્સએપ પર થયેલી પોતાની વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેમાં અભિનેતાએ પોતાની બહેન વિશે ચિંતા વ્યક્ત કરતા તેને દુષ્ટ અને મેનિપુલેટિવ કહી છે. આઈએએનએસની સાથે રિયાની કાયદાકીય ટીમ દ્વારા શેર કરવામાં આવેલા ચેટમાં અભિનેતાનું કહેવું હતું કે, તેને વિશ્વાસ છે કે તેની બેન સિડ ભાઈને મેનિપુલેટ કરી રહી છે. તેનાથી લગભગ પોતાની બહેનના પતિ સિદ્ધાર્થ કે તેના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીનો ઉલ્લેખ કરવાનો ખ્યાલ આવે છે. 

સુશાંતે ચેટમાં રિયા, તેના ભાઈ શોવિક અને તેના પરિવારની પ્રશંસા પણ કરી હતી. સુશાંતે લખ્યુ, તારો પરિવાર ખુબ સારો છે. શોવિક ખુબ દયાળુ છે અને તું પણ જે મારી છે, આ અનિવાર્ય પરિવર્તન અને રાહત માટે તું પૂરતી છે. આ જરૂરી ફેરફારો સાથે તમારા લોકોની આસપાસ રહેવુ મારા માટે ખુશીની વાત છે. ચીયર્સ મારા દોસ્ત રોકસ્ટાર બનવા માટે. 

No description available.

બીજા મેસેજમાં સુશાંત કહે છે, 'તું મહેરબાની કરીને હસ, તેનાથી તું સારી લાગે છે. હવે હું સુવાનો પ્રયાસ કરીશ. મને જમિલાના સપના આવે. સારૂ રહેશેને? બાય. ત્યારબાદ તે પોતાની બહેનને સેતાન કહેતા તેના વિશે લખે છે કે તે સિડ ભાઈને મેનિપુલેટ કરી રહી છે. સુશાંતે પોતાના ચેટમાં પ્રિયંકાને લખ્યુ છે, તે જે કર્યું છે, આ શરમજનક કરતૂત બાદ, તે ખુદને લાચાર બતાવીને બધાના ધ્યાનને આકર્ષિત કરવા માટે પોતાની ભૂલ પર પડદો નાખવા જેવું છે જે તે દારૂના નશામાં ધૂત થઈને મોલેસ્ટેશનના સૌથી ઘૃણાસ્પદ પરાક્રમોને લઈને કર્યું છે.'

સુશાંતે પોતાના મેસેજમાં આગળ લખ્યુ છે કે તેની બહેન પોતાની માતાએ શીખવેલી વાતોથી વિપરીત ગઈ છે. તે લખે છે, જો તું તારા ધમંડમાં આંધળી થઈ ગઈ ગોય તો, ઈશ્વરનો આભાર માન કારણ કે હું ડરતો નથી અને દુનિયામાં જરૂરી ફેરફારો લાવવા માટે હું તે કરતો રહીશ જે હું અત્યાર સુધી કરતો રહ્યો છું. હવે ભગવાન અને કુદરતને નિર્ણય કરવા દઈએ કે ક્યું કામ યોગ્ય છે. સિડ ભાઈ માટે સુશાંતે પોતાના આગલા મેસેજમાં લખ્યુ હતું, તેણે તને મારી આંખોની સામે માર્યો છે અને આ એક ખોટુ કામ કર્યા બાદ તે યુવતી (મારી બહેન)એ શું કર્યું છે?'

No description available.

આ પહેલા તે વાતની જાણકારી મળી હતી કે રિયાએ પ્રિયંકા દ્વારા ઘણો દારૂ પી લીધા બાદ તેને મોલેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બંન્ને ભાઈ-બહેન વચ્ચે સંબંધોમાં અંતર આવી ગયું હતું. એવું લાગે છે કે સુશાંતે ચેટમાં લગભગ તેનો ઉલ્લેખ કર્યો છે. . 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news