Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 1318 કેસ, 13 મૃત્યુ, રિકવરી રેટ 91.85%
નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 22 હજાર 811 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 4123 થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ 91.85 ટકા છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1318 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે વધુ 13 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાની સારવાર બાદ વધુ 1550 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 22 હજાર 811 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 4123 થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ 91.85 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 269 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 176, વડોદરામાં 135, રાજકોટ 92, મહેસાણા 52, રાજકોટ ગ્રામ્ય 43, બનાસકાંઠા 41, પાટણ 40, વડોદરા ગ્રામ્ય 40, ગાંધીનગર 36, સુરત ગ્રામ્ય 36, જામનગર 32, ખેડા 28, અમરેલી 23, ગાંધીનગર શહેર 21, પંચમહાલ 21 અને સાબરકાંઠામાં 21 કેસ નોંધાયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રહેતા હવે વહીવટદાર સંભાળશે કમાન, સરકારનો નિર્ણય
છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. તો સુરત શહેરમાં 2, અમરેલી 1, બનાસકાંઠા 1, રાજકોટમાં એક દર્દીનું મોત થયું છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને લીધે 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
રાજ્યમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 14027 છે. જેમાં 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 204661 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 હજારથી વધુ કોરોના ટેસ્ટ થયા છે. તો અત્યાર સુધી 84 લાખ કરતા વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 91.85 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે