દેશના યુવાઓને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક ઝડપાયું, 150 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ

દેશના યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યું છે . બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે 45 લાખની કિંમતનો 150 કિલો ગાંજો હેરાફેરી દરમિયાન ઝડપી પાડ્યો છે અને તેની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

દેશના યુવાઓને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક ઝડપાયું, 150 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ

ઉદય રંજન, અમદાવાદ: દેશના યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યું છે . બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે 45 લાખની કિંમતનો 150 કિલો ગાંજો હેરાફેરી દરમિયાન ઝડપી પાડ્યો છે અને તેની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી અમદાવાદ સુધીનું નેટવર્ક છતું કર્યું છે. 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 150 કિલો ગાંજા સાથે 2 આરોપીઓ કે જેમાં ડાહ્યાભાઈ ઉર્ફે ડાહ્યો ભાટ્ટી તથા તેના સાગરીતની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે આ બન્ને આરોપી છોટા હાથી વાહનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો સુરત ખાતેથી ભરી વડોદરા નડિયાદ થઈ અમદાવાદમાં લાવી રહ્યાં છે. આ મુજબની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જેતલપુર ગામના ઓવર બ્રિજના છેડા પાસે નાકાબંધી કરી તાડપત્રીની આડમાં લઈ જવામાં આવતા 150 કિલો ગાંજાને ઝડપી પાડ્યો. 

જુઓ LIVE TV

ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલાં ગાંજાના ગેરકાયદેસર નેટવર્કની વાત કરવામાં આવે તો ઝડપાયેલા બન્ને આરોપીઓ પોતાના સાગરીતો સાથે મળીને ઓડિશાથી અમદાવાદ સુધી અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ગેરકાયદેસર નેટવર્કને ઓપરેટ કરતા હતા. 

જેમાં નોંધનીય બાબત છે કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવ પીરના ટેકરા પાસે આવેલા ઝૂંપડાઓમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ગાંજાનો કારોબાર ચાલતો હોવાથી રેડ કરી હતી અને નશીલા પદાર્થોના કારોબારને જડમૂળથી નેસ્તોનાબુદ કરવા વારંવાર રેડ કરવામાં આવી હતી. આમ છતાં ગુનેગારો દ્વારા ગાંજા જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ચાલુ રાખવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણકે 150 કિલો ગાંજા સાથે ઝડપાયેલા બન્ને આરોઈઓનું કનેક્શન અમદવાદના રામદેવ નગર ટેકરા, જુહાપુર, ગુલબાઈ ટેકરા અને વાસણાના ગણેશનગર સહિત અનેક વિસ્તારમાં હોવાનું પોલીસ તપાસમાં ફલિત થયું છે.

 હાલ પોલીસે આ જંગી જથ્થા સાથે બન્ને આરોપીઓને પકડી ષડયંત્રના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. જેમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતી મોટી ટોળકી સહિત ઇન્ટર સ્ટેટ કૌભાંડ બહાર આવશે તેવી ક્રાઇમ બ્રાન્ચે ખાતરી આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news