જૂનાગઢ: પરીક્ષા કેંદ્ર પરથી મળી 200 કિલો કાપલી, પેક કરવા મંગાવી બોરીઓ
કોપી કરવા માટે બનાવવામાં આવેલી ચિઠ્ઠીનું વજન પણ થઇ શકે છે. તે પણ 1-2 કિલો નહી પરંતુ 200 કિલો. જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચઇબી)ના અધિકારીઓએ એક પરીક્ષા કેંદ્ર પરથી પરિક્ષામાં કોપી માટે બનાવવામાં આવેલી 200 કિલોની સામગ્રી મળી.
Trending Photos
અમદાવાદ: કોપી કરવા માટે બનાવવામાં આવેલી ચિઠ્ઠીનું વજન પણ થઇ શકે છે. તે પણ 1-2 કિલો નહી પરંતુ 200 કિલો. જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચઇબી)ના અધિકારીઓએ એક પરીક્ષા કેંદ્ર પરથી પરિક્ષામાં કોપી માટે બનાવવામાં આવેલી 200 કિલોની સામગ્રી મળી. આશંકા છે કે તેને જૂનાગઢના વંથલી સ્થિત એક પરીક્ષા કેંદ્રમાં બારમા ધોરણની વિજ્ઞાનની પરીક્ષામાં કોપી કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી.
બોર્ડના અધિકારીઓએ આ કોપીની સામગ્રીને પેક કરવા માટે 20 બોરીઓ મંગાવવી પડી. આ ચીટિંગ મટીરિયલમાં જવાબની માઇક્રો સાઇઝ ઝેરોક્ષ હતી. બુધવારે ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિની સુનાવણી દરમિયાન આ મામલાનો પર્દાફાશ થયો. ત્યારબાદ મામલાની ગંભીર ગણાવતાં એક્ઝામ સેંટના કોઓર્ડિનેટર અને નિરીક્ષકો વિરૂદ્ધ સમન્સ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બોર્ડના ઉપાધ્યક્ષ એનસી શાહે જણાવ્યું હતું કે 'અમે 15 વિદ્યાર્થીઓને સમન્સ મોકલ્યું છે જેમને કથિત રીતે કોપી કરી અને હવે અમે 31 મેના રોજ સુપરવાઇઝર અને સેંટર કોઓર્ડિનેટરને સમન્સ મોકલીશું. જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ) બીએસ કેલાએ આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું 'અમે સ્વામીનારાયણ ગુરૂકુળ પરીક્ષા કેંદ્રમાં અનિયમિતતાઓની ઘણી ફરિયાદો મળી હતી. અમે 14 માર્ચના રોજ ત્યાં પહોંચ્યા, આ દરમિયાન 10મા ધોરણના રોજ પરીક્ષા યોજાવવાની હતી. અમે જોયું કે ત્યાં રસ્તા પર નાની સફેદ ચિઠ્ઠીઓ પડી હતી જે વિદ્યાર્થીઓ દ્વારા ફેંકવામાં આવેલી કોપીની સામગ્રી હતી.
15 વિદ્યાર્થીઓ પાસેથી મળી કોપી કરવાની સામગ્રી
બીએસ કેલાએ આગળ જણાવ્યું કે 'તેને સંજ્ઞાન લેતાં અમે ધોરણ 12ના વિદ્યાર્થીઓને ચિઠ્ઠી અથવા બીજું કોઇ કોપી મટીરિયલને જમા કરાવવાની કડક ચેતાવણી આપી. અમે કેમિસ્ટ્રીની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ચેતાવની આપી અને દરેક ચેતાવણી બાદ વિદ્યાર્થીઓએ બોર્ડના અધિકારીઓને કોપી મટીરિયલ પરત આપ્યું. પરીક્ષા દરમિયાન અમે વિદ્યાર્થીઓની તલાશી લીધી તો 15 વિદ્યાર્થીઓ પાસેથી કોપી કરવાની ચિઠ્ઠી મળી.' અમે 15 વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કોપી કેસ કર્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા જમા કરાવવામાં આવેલી અને બોર્ડના અધિકારીઓને મળેલી કોપી કરવાની સામગ્રીની તપાસ કરી જેની માત્રા 200 કિલો નીકળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે