ગુજરાતમાંથી ૪ લાખ ૨પ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો પોતાના વતન પહોંચ્યા

અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

ગુજરાતમાંથી ૪ લાખ ૨પ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો પોતાના વતન પહોંચ્યા

ગાંધીનગર: ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત ઢબે પાર પાડી છે. અશ્વિનીકુમારે આ અંગેની સંપૂર્ણ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

વિજય રૂપાણીએ આવા શ્રમિકોને વતન રાજ્ય જવા માટેની વ્યવસ્થા અંગે ભારત સરકાર સાથે પરામર્શમાં રહીને ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન તા. ર મે થી શરૂ કરાવી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો આપતાં કહ્યું કે, તા. ર મે થી તા. ૬ મે દરમ્યાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે. આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લાતંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

ગુરૂવારે તા. ૭મી મે ના દિવસે વધુ ૩૪ વિશેષ ટ્રેન જેમાં યુ.પી.ની ર૦, બિહારની ૪, ઝારખંડની ર, ઓરિસ્સાની પ, મધ્યપ્રદેશની ર અને છત્તીસગઢની ૧, ટ્રેન ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, મહેસાણા, ગોધરા, જામનગર, જુનાગઢ જેવા સ્ટેશન્સથી રવાના થવાની છે. આમ, સમગ્રતયા વિશેષ ટ્રેન મારફતે ૧ લાખ ર૧ હજાર શ્રમિકોને પોતાના વતન રાજ્ય પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકડાઉનની સ્થિતીમાં દેશના અન્ય રાજ્યોમાં અટવાઇ ગયેલા-ફસાઇ ગયેલા એવા ગુજરાતના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ યાત્રિકોને મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનમાં સંબંધિત રાજ્યો સાથે સંકલન કેળવીને ગુજરાત પરત લાવવાની કાર્યવાહી અંતર્ગત ર૯પ૪૦ ગુજરાતીઓ અત્યાર સુધીમાં રાજ્યમાં સહિસલામત પરત લાવવામાં આવ્યા છે.

આવા મૂળ ગુજરાતી યાત્રિકો-પ્રવાસીઓમાં મહારાષ્ટ્રમાંથી ૧પ,પર૩, રાજસ્થાનથી  ૪રપર, ઉત્તરપ્રદેશથી ૧૪૧ર, મધ્યપ્રદેશથી ૧પ૯૦, કર્ણાટકથી ૧૧૩૮ મળીને દિલ્હી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાંથી પણ લોકડાઉનની સ્થિતીમાં ત્યાં અટવાઇ ગયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારના સંકલનથી પરત લાવવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રીના સચિવે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લામાં હાલ તીડના આક્રમણનો કોઇ જ ખતરો ન હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે, રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં જોવા મળેલા તીડનું ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં આક્રમણ થવાની કોઇ શકયતા હાલ નથી. આમ છતાં, ભારત સરકારના કૃષિ સચિવે રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સંબંધિત જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતીની ચર્ચાઓ કરી હતી.તીડના આવા કોઇપણ સંભવિત આક્રમણ થાય તો પણ તેની સામે સજ્જતાથી પહોચી વળવા જરૂરી દવાઓ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રે ગન્સ વગેરેની સંપૂર્ણ વ્યવસ્થાઓ કૃષિ વિભાગે કરી રાખી છે. 

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટનામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઝેરી ગેસની વ્યાપકતા ઘટાડવા તત્કાલ મદદ મોકલી છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની કંપનીમાં થયેલ ગેસ ગળતરની ઘટનામાં આ ગેસ ગળતરની અસરો સામે ઉપયોગી કેમિકલ PTBCનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. વિજય રૂપાણીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ આ કેમિકલ વિશાખાપટ્ટનમ મોકલવા ટેલિફોનિક વાતચીત કરીને વિનંતી કરી હતી.

આ અંગે સતર્કતા અને સંવેદના દર્શાવી વાપીની ખાનગી ઉત્પાદક કંપની પાસેથી પ૦૦ કિલો PTBCનો જથ્થો દમણથી એરલીફટ કરાવીને મોકલવા ઊદ્યોગ અગ્ર સચિવ અને વલસાડ કલેકટર મારફતે હાલની સ્થિતીમાં પણ ખાસ કિસ્સામાં યાતાયાત વ્યવસ્થાઓ કરાવીને આપત્તિકાલમાં આપદ ધર્મની ભાવના નિભાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news