'ચુપચાપ કુછ ભી બોલે બિના લેટે રહના, વરના ધારીયા સે પુરા કર ડાલેંગે', ઘરફોડ ચોરીનો સૌથી મોટો ભેદ ઉકેલાયો
નર્મદા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી કરી છે. ગરૂડેશ્વર તાલુકાના હરિપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબર રાતે 3 વાગે 20 લાખની ચોરી થઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/નર્મદા: નર્મદા પોલીસની સરહાનીય કામગીરીનું એક ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે નર્મદા પોલીસે 20 લાખની ચૉરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલીને આરોપીઓને મુદ્દામાલ સાથે ધરપકડ પણ કરવામાં આવી. ચોરીના 3 આરોપીઓએ અગાઉ અમદાવાદ, મહેસાણા અને સુરત ખાતે ઘરફોડીનો ગુના આચર્યા છે.
નર્મદા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી કરી છે. ગરૂડેશ્વર તાલુકાના હરિપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબર રાતે 3 વાગે 20 લાખની ચોરી થઈ હતી. તીક્ષ્ણ હથિયારની અણીયે વેપારીને ત્યાંથી સોનુ, ચાંદી અને રોકડા રૂપિયાની ચોરી 6 લૂંટારુઓ દ્વારા કરવામાં આવી હતી. ચોરીની જાણ થતાં જ નર્મદા જિલ્લા પોલીસ લૂંટારુઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. હરિપુરા ગામ ડુંગર વિસ્તારનું ગામ છે એટલે પોલીસને લૂંટારુઓને શોધવા માટે આ ડુંગર વિસ્તારમાં જવું પડ્યું હતું. જોકે હરિપુરા ગામના લોકો એ પણ આ 6 લૂંટારુઓ ને પકડવા માટે મદદ કરી હતી.
જોકે નર્મદા પોલીસે જિલ્લાના તમામ રુટો પર નિગરાની ગોઠવી હતી. જેમાં આ 6માંથી 5 લૂંટારુઓ મુદ્દામાલને સગે વગે કરવા માટે બાઇક પર નીકળ્યા હતા ત્યાં પોલીસને શક જતા આ આરોપીઓને પોતાના તાબામાં લેતા ગણતરીના કલાકોમાં જ 20 લાખની ચોરીનો ભેદ નર્મદા પોલીસની ટીમે ઉકેલી કાઢ્યો છે. હાલ 5 આરોપીઓ ની ધરપકડ કરીને પૂછતાછ હાથ ધારવામાં આવી છે. જેમાં આરોપીઓ પાસેથી 12 લાખ રોકડા અને 90 ટકા સોનુ ચાંદી પકડીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીની શોધખોળ નર્મદા પોલીસ કરી રહી છે.
જોકે આ તમામ આરોપીમાંથી 4 દાહોદ અને 1 આરોપી અલીરાજપુર નો છે. આ તમામ આરોપીઓનો આગળ નો પણ ગુનાહિત ઇતિહાસ છે જેમાં 3 આરોપીઓ એ અમદાવાદ,મહેસાણા, સુરત જેવી જગ્યા માં ઘરફોડ ચોરી ના ગુન્હો કરી ચુક્યા છે. હરિપુરા ગામે થી વેપારીને ત્યાંથી અજાણ્યા ઈસમોએ દુકાનનો દરવાજો કોઈ સાધન વડે તોડી દુકાન વાટે ઘરમાં ઘુસી ગૃહ પ્રવેશ કરીને રહેણાંક ઘરમાં પ્રવેશ કર્યો હતો. પલંગ પર સુતેલ અબ્દુલ મેમણને એક ઈસમે પોતાના હાથમાં લઈ આવેલ લોખંડનો અણીદાર સળિયો પેટ પર મુકી બીજા ઈસમે ઘરમાં ટેબલ પાસે પડેલ અણીદાર ધારીયું લઈ ગળા પર મુકી ફરીયાદીને જણાવ્યું કે, “ચુપચાપ કુછ ભી બોલે બિના ચુપચાપ લેટે રહના વરના ધારીયા સે પુરા કર ડાલેંગે" તેવી હિન્દી ભાષામાં ધમકી આપી હતી.
પલંગ પર જ સુવડાવી રાખી લોખંડના અણીદાર સળિયો લઈ આવેલ ઈસમે તીક્ષ્ણ અણીદાર હથિયાર (સળિયા) વડે અબ્દુલ મેમણ.ના ઘરમાં પડેલ તિજોરીનો નકુચો તોડી ધારીયા વાળા ઈસમ સિવાય બાકીના ચારેય ઈસમોએ તિજોરીમાં મુકેલ રોકડ રકમ રૂ.૭,૦૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના જેમાં (૧) ગળામાં પહેરવાની સોનાની ચેન-૦૨ જે બન્ને થઈ ત્રણ તોલાની આશરે કિ.રૂ.૧,૮૦,૦૦૦/- ની (૨) ગળાની ચેનનું સોનાનું પેડલ-૦૧ જે એક તોલાનું આશરે કિ.રૂ. ૬૦,૦૦૦/- (3) હાથમાં પહેરવાના બે પાટલા (બંગડીઓ) જે સાત તોલાના આશરે કિ.રૂ.૪,૨૦,૦૦૦/- (૪) કાનમાં પહેરવાની સોનાની રિંગ-૦૨ જે બન્ને થઈ એક તોલાની આશરે કિ.રૂ.૬૦,૦૦૦/- (૫) હાથમાં પહેરવાની સોનાની વિંટી નંગ-૦૪ જે બે તોલાની આશરે કિ.રૂ.૧,૨૦,૦૦૦/- (૬) સોનાની કાનમાં પહેરવાની સાદી બુટ્ટી ર જોડી જે અડધા તોલાની જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- (૭) સોનાના બિસ્કીટ જેમાં બે બિસ્કીટ ૧૦ ગ્રામના તથા એક બિસ્કીટ ૨૦ ગ્રામનું મળી કુલ-૪૦ ગ્રામ જે આશરે કિ.રૂ.૨,૪૦,૦૦૦/(૮) ચાંદીના પગમાં પહેરવાના સાંકળા જોડ-૦૧ જે આશરે ૨૦૦ ગ્રામના જેની આશરે કિ.રૂ. ૮,૦૦૦/- (૯) ચાંદીની પગની આંગળીઓમાં પહેરવાની વિંટી નંગ-૦૨ જે આશરે કિ.રૂ.૧૦૦૦/- ની તથા (૧૦) ચાંદીના સિક્કા આશરે ત્રણેક કિલો જે અંદાજીત રૂ.૧,૨૦,૦૦૦/- તથા અભરાઈ પર મુકેલ પાણીના જગમાં મુકેલ રોકડ રકમ રૂ.૭૦,૦૦૦/તથા દુકાનમાં ટેબલના ખાનામાં મુકેલ રોકડ રૂ.૫,૦૦૦/- તથા સ્પ્લેન્ડર મો.સા ની આર.સી.બુક તથા બીજા ડોક્યુમેન્ટસ તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રોકડ રકમ રૂ.૭,૭૫,૫૦૦/- તથા સોના ચાંદીના દાગીના જેની હાલની બજાર કિ.આ.રૂ.૧૨,૩૯,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૦,૧૪,૫૦૦/- (વીસ લાખ ચૌદ હજાર પાંચસો પુરા) ની લુટ કરી તથા સાથેના છઠ્ઠા આરોપી ઈસમે ફરી.ના ઘરમાં ઘુસી લૂંટ કરતા આરોપીઓને કહેલ કે, "જલ્દી કરો વરના કિસી કો પતા ચલ જાયેગા" એવી માહિતી બાકીના આરોપીઓને આપી એકબીજાની મદદગારી કરી અબ્દુલ મેમણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાબતે નર્મદા પોલિસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપીઓ ની શોધખોળ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરી ના કલાકો માં જ પકડી પડ્યા હતા અને આગળ ની તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે