અમદાવાદીઓને મળશે મોટી ભેટ; આ વિસ્તારમાં બનશે 73 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ
શહેરના આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે રુપિયા 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા મ્યુનિસિપલ તંત્રે કવાયત શરુ કરી છે.બ્રિજની લંબાઈ 652 મીટર તથા પહોળાઈ 17 મીટર રાખવામાં આવી છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા ટ્રાફીકની સમસ્યાને હલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એએમસી દ્વારા શહેરના વધુ એક વ્યસ્ત ટ્રાફીક જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.
શહેરના આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે રુપિયા 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા મ્યુનિસિપલ તંત્રે કવાયત શરુ કરી છે.બ્રિજની લંબાઈ 652 મીટર તથા પહોળાઈ 17 મીટર રાખવામાં આવી છે.બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર કરાશે.બ્રિજ બન્યા બાદ 1.50 લાખની વસ્તીને લાભ મળશે.સમય,ઈંધણ અને પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ જંકશન ઉપર આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કામગીરીમાં રસ ધરાવનારા પાસેથી બિડ મંગાવવામાં આવ્યા છે.આ બ્રિજમાં જંકશન ઉપર 40 મીટર લંબાઈના ઓબ્લીગેટરી સ્પાનમાં સ્ટીલ કમ્પોઝીટ ગર્ડર ટાઈપ સુપર સ્ટ્રકચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બ્રિજમાં વ્હીકલની મુવમેન્ટ સરળતાથી થઈ શકે એ માટે દર બે સ્પાને એક ડેક કન્ટીન્યુઈટી એકસપાન્શન જોઈન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રિજની નીચે અંડર સ્પેશ ડેવલપમેન્ટમાં પેવરબ્લોક સાથેના પાર્કીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. બ્રિજની કામગીરી શરુ થતા પહેલાં આજુબાજુના સર્વિસ રોડ ઉપર વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવવામાં આવશે.
બ્રિજની કામગીરી પુરી થયા બાદ આંબાવાડીથી વસ્ત્રાપુર તરફ જતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. નોંધનીય છેકે હાલમાં વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ અને વાડજ સર્કલ ખાતે પણ ફ્લાયઓવર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
એક નજર કરીએ શહેરમાં આવેલા બ્રિજની સંખ્યા પર...
- નદી ઉપરનાં 10
- રેલવે ઓવરબ્રિજ 24
- રેલવે અંડરબ્રિજ 20
- ફલાય ઓવરબ્રિજ 19
- ચંદ્રભાગા રિવરબ્રિજ 02
- ખારી રિવર બ્રિજ 02
- ખારીકટ બોકસ કલવર્ટ 07
- કુલ 84
કેટલા બ્રિજ નિર્માણાધીન
- બ્રિજ રકમ(કરોડમાં)
- રેલવે અંડરબ્રિજ (2) 13.74
- રેલવે ઓવરબ્રિજ(2) 251.31
- ફલાયઓવરબ્રિજ(5) 706.33
- ફૂટ ઓવરબ્રિજ(1) 5.1
- કુલ(11) 976.59
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે