Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 572 કેસ, 25ના મોત; 575 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજ રોજ 572 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 575 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Updated By: Jun 24, 2020, 07:56 PM IST
Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 572 કેસ, 25ના મોત; 575 દર્દીઓ થયા સાજા

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 572 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 575 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 25 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-15, સુરત-5, પાટણ-2, જામનગર-1, સાબરકાંઠા-1 અને ગીર સોમનાથમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યા છે. 

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,29,137 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,25,251 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,886 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- શહીદ સૈનિકોના સમર્થનમાં લોક સિંગર કાજલ મહેરિયા, લોકોને કરી આ અપીલ

આજના રાજ્યમાં કુલ 572 નવા કેસ નોંધાયા છે જ્યારે 560 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 205 નવા કેસ અને 380 ડીસ્ચાર્જ, સુરત કોર્પોરેશનમાં 155 નવા કેસ અને 60 ડીસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 35 નવા કેસ અને 38 ડીસ્ચાર્જ, સુરતમાં 17 નવા કેસ અને 5 ડીસ્ચાર્જ, જામનગર કોર્પોરેશનમાં 12 નવા કેસ અને 2 ડીસ્ચાર્જ, અમદાવાદમાં 10 નવા કેસ અને 21 ડીસ્ચાર્જ, વડોદરામાં 10 નવા કેસ અને 10 ડીસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 9 નવા કેસ અને 7 ડીસ્ચાર્જ, આણંદમાં 9 નવા કેસ અને 5 ડીસ્ચાર્જ, પંચમહાલમાં 9 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 9 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, નર્મદામાં 9 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, અરવલ્લીમાં 7 નવા કેસ અને 5 ડીસ્ચાર્જ, નવસારીમાં 6 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- દુબઇમાં લૂંટના ઇરાદે હાઇપ્રોફાઇલ ગુજરાતી દંપત્તીની હત્યા, પાકિસ્તાની હત્યારો ઝબ્બે

આ ઉપરાંત ગાંધીનગરમાં 5 નવા કેસ અને 13 ડીસ્ચાર્જ, કચ્છમાં 5 નવા કેસ અને 1 ડીસ્ચાર્જ, ગીર સોમનાથમાં 5 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, વલસાડમાં 5 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, મહેસાણામાં 4 નવા કેસ અને 2 ડીસ્ચાર્જ, રાજકોટમાં 4 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, અમરેલીમાં 4 નવા કેસ અને 4 ડીસ્ચાર્જ, ભાવનગર કોર્પોરેશનમાં 3 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, મહિસાગરમાં 3 નવા કેસ અને 2 ડીસ્ચાર્જ, પાટણમાં 3 નવા કેસ અને 1 ડીસ્ચાર્જ, ખેડામાં 3 નવા કેસ અને 2 ડીસ્ચાર્જ, છોટાઉદેપુરમાં 3 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 નવા કેસ અને 3 ડીસ્ચાર્જ, જૂનાગઢ કોર્પોરેશનમાં 2 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, ભાવનગરમાં 2 નવા કેસ અને 6 ડીસ્ચાર્જ, જૂનાગઢમાં 2 નવા કેસ અને 4 ડીસ્ચાર્જ, બનાસકાંઠામાં 1 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, સાબરકાંઠામાં 1 નવા કેસ અને 3 ડીસ્ચાર્જ, બોટાદમાં 1 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, જામનગરમાં 1 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, દાહોદમાં 1 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, દેવભૂમિ દ્વારકામાં 0 નવા કેસ અને 1 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળનો મહત્વનો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી કામગીરી સ્થગીત

રાજ્યમાં હાલ કુલ કુલ એક્ટિવ કેસ 6,169 છે. જેમાં વેન્ટીલેટર પર 70 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 6099 દર્દીઓ છે. જ્યારે 21,096 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube