lockdwon 4 0

Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 572 કેસ, 25ના મોત; 575 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજ રોજ 572 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 575 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jun 24, 2020, 07:44 PM IST

Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 563 કેસ, 560 દર્દી ડિસ્ચાર્જ; 21ના મોત

રાજ્યમાં આજ રોજ 563 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 560 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,343 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 21 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-16, સુરત-5  વ્યક્તિનું મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1685 પર પહોંચ્યો છે.

Jun 22, 2020, 08:17 PM IST

વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 1700ને પાર

વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1783 થઈ છે. 197 સેમ્પલમાંથી 45 પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી વધુ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1146 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાથી 50 દર્દીઓના મોત થયા છે.

Jun 19, 2020, 09:39 PM IST

Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 540 કેસ, 340 દર્દી ડિસ્ચાર્જ; મૃત્યુઆંત 1600ને પાર

રાજ્યમાં આજ રોજ 540 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,14,301 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jun 19, 2020, 07:45 PM IST

Corona Update: ભરૂચમાં 14 તો પાટણમાં 8 નવા પોઝિટિ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ મામલે ચોથા સ્થાન પર રહેલ ગુજરાતમાં કેસ ઘટવાના નામ નથી લઈ રહ્યાં. કેટલાક જિલ્લા એવા છે, જ્યાં રોજેરોજ 5 થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાટણમાં આજે વધુ 8 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Jun 19, 2020, 05:07 PM IST

Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 524 કેસ, 28 મૃત્યુ, 418 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં આજ રોજ 524 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 418 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,97,870 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jun 16, 2020, 07:59 PM IST

Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 514 કેસ, 28 મૃત્યુ, 339 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં આજ રોજ 514 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 339 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,92,909 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jun 15, 2020, 08:07 PM IST

Corona Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 517 કેસ, કુલ આંકડો 23 હજારને પાર

રાજ્યમાં આજ રોજ 517 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 390 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,83,623 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 33 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-26, સુરત-3, અમરેલી-2, ભાવનગર અને પાટણ ખાતે 1-1 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1449 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,11,867 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,05,511 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 6356 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

Jun 13, 2020, 08:58 PM IST

Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 કેસ, 31 મૃત્યુ, 392 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં આજ રોજ 495 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 392 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,78,137 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jun 12, 2020, 08:45 PM IST

Coronavirus: રાજ્યમાં કોરોનાના 477 નવા કેસ, 321 દર્દીઓ સાજા થયા

આજ રોજ રાજ્યમાં 477 નવા દર્દી નોંધાયા છે. આજ રોજ 321 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,56,289 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jun 8, 2020, 08:18 PM IST

Coronavirus: રાજ્યમાં કોરોનાના 372 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં બમણા દર્દીઓ થયા સાજા

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત પ્રમાણેની પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા દર્દીઓ નોંધાયા છે. તેની સામે આજે એક જ દિવસમાં લગભગ બમણા એટલે કે 607 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. આમ જ આજે નવા દર્દીઓકરતા સાજા થઈને ગયેલા દર્દીઓની સંખ્યા ખૂબ પ્રોત્સાહક અને નોંધપાત્ર છે. અમદાવાદમાં આજે નવા 253 કેસ નોંધાયા છે. તેની સામે આજે અમદાવાદમાં સૌથી વધુ 468 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે  રાજ્યમાં ગુણવત્તાસભર અને સારી સારવારના પરિણામે કુલ 8,609 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

May 29, 2020, 08:41 PM IST

સુરતમાં પરપ્રાંતીયો માટે માઠા સમાચાર, શિડ્યુલ કરાયેલી 8 ટ્રેનો કરાઈ રદ

સુરતમાં પોતાના વતન જતા પરપ્રાંતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ઉત્તર પ્રદેશ જતી ટ્રેન રદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

May 23, 2020, 12:40 AM IST

રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ આવ્યા સામે, કુલ આંક 88એ પહોંચ્યો

રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના જસદણમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આટકોટના 44 વર્ષીય એક પુરૂષ અને જસદણની 50 વર્ષીય એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સવારે ધોરાજી બાદ હાલ જસદણમાં 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 76 અને ગ્રામ્ય વિસ્તારમાં 12 મળીને કુલ કોરોના પોઝિટિવ આંક 88એ પહોચ્યો છે.

May 23, 2020, 12:08 AM IST

સૌરાષ્ટ્રના ખેડૂતોને તીડના સંકટથી બચાવવા જીતુ વાઘાણીની રાજ્ય સરકારને રજૂઆત

સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોને મદદ મળે તે માટે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. ખેડૂતોની મુશ્કેલી સમયે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી રૂપાણી અને કૃષિમંત્રી આર સી ફળદુને રજૂઆત કરી છે. ખેડૂતોને જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી લહેરાતા પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોની મુશ્કેલીથી સરકારને તાત્કાલિક સચેત કરી છે.

May 22, 2020, 09:36 PM IST

Coronavirus: રાજ્યમાં કોરોનાથી 802 લોકોના મોત, સંક્રમણનો આંક 13 હજારને પાર

રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ (Principal Secretary Of Health) જયંતિ રવિ  (Jayanti Ravi)એ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 363 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. જ્યારે 392 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 275 કેસ, વડોદરામાં 21 કેસ, સુરતમાં 29 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, ગીર સોમનાથમાં 4 કેસ, ખેડામાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, જૂનાગઢમાં 3 કેસ, મહેસાણામાં 2 કેસ અને વલસાડમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.

May 22, 2020, 08:33 PM IST

અનેક વિનંતીઓ છતાં પરિવારજનો ન લેવા આવ્યા મૃતદેહ, સિવિલના સેવકે કરી અંત્યેષ્ઠી

કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) સહિત શહેરની અને રાજ્યની અનેક હોસ્પિટલોમાં થાય છે. જો કે અન્ય બીમારી ધરાવતા કેટલાક દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન પણ થાય છે, તે પરિવારજનોની સાથે સાથે ચોક્કસપણે પ્રશાસન માટે પણ દુખદાયક હોય છે. કેટલાક કિસ્સામાં અવસાન પામેલા દર્દીનો મૃતદેહ લઈ જવાની તસ્દી પણ કેટલાક પરિવારો કે સગાવ્હાલા લેતા નથી. તેવા કિસ્સામાં હોસ્પિટલ તંત્ર પુરી સંવેદના સાથે જે તે દર્દીની અંત્યેષ્ઠી કરે છે.

May 22, 2020, 07:26 PM IST

ગુજરાતમાંથી 699 સ્પેશિયલ ટ્રેન દ્વારા 10 લાખથી વધારે પરપ્રાંતિયો પહોંચ્યા વતન

રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

May 22, 2020, 07:15 PM IST

અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે

May 22, 2020, 05:56 PM IST

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા: કોરોનાને ભગાડવા કર્યા ઉપવાસ, મંદિરોમાં મહિલાના ટોળે ટોળા

દાહોદ જિલ્લાના અનેક ગામોમાં કોરોના વાયરસને ભગાડવા માટે મહિલાઓ ઉપવાસ કરી રહી છે. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે વહેલી સવારથી અનેક ગામોના મંદિરોમાં પૂજાપાઠ કરવા મહિલાઓના ટોળે ટોળા ઉમટી પડે છે.

May 22, 2020, 05:03 PM IST