"ચોકીદાર જ નીકળ્યો ચોર" 6 લોકોની કારઇ ધરપકડ, વેપારીઓની યોજાશે બેઠક

સુરતના કાપડ બજારમાં આવેલી દુકાનો માંથી કાપડની ચોરીની ઘટનાઓ આમતો સામાન્ય રીતે બનતી હોય છે, પરતું એક જ માર્કેટમાંથી કરોડો રૂપિયા કાપડની ચોરી થતી હોવાનું બન્યું હોય તો હોબાળો મચે તે શક્ય છે. ત્યારે છેલ્લા પાંચ દિવસના વેપારીઓના હોબાળા અને વિરોધને પગલે આખરે પોલીસે પણ ગંભીરતાથી કામગીરી કરવાની ફરજ પડી છે. સલાબતપુરા પોલીસે કાપડ ચોરીના મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી અંદાજે દોઢ કરોડનો કાપડનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

"ચોકીદાર જ નીકળ્યો ચોર" 6 લોકોની કારઇ ધરપકડ, વેપારીઓની યોજાશે બેઠક

તેજશ મોદી/સુરત: સુરતના કાપડ બજારમાં આવેલી દુકાનો માંથી કાપડની ચોરીની ઘટનાઓ આમતો સામાન્ય રીતે બનતી હોય છે, પરતું એક જ માર્કેટમાંથી કરોડો રૂપિયા કાપડની ચોરી થતી હોવાનું બન્યું હોય તો હોબાળો મચે તે શક્ય છે. ત્યારે છેલ્લા પાંચ દિવસના વેપારીઓના હોબાળા અને વિરોધને પગલે આખરે પોલીસે પણ ગંભીરતાથી કામગીરી કરવાની ફરજ પડી છે. સલાબતપુરા પોલીસે કાપડ ચોરીના મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી અંદાજે દોઢ કરોડનો કાપડનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી ગણાતી રાધાકૃષ્ણ ટેકસટાઇલ માર્કેટમાં પાંચ દિવસ અગાઉ એક દુકાનમાંથી કાપડ ચોરીની ઘટના સામે આવી હતી, જોકે પહેલા આ ઘટનાને સામાન્ય લાગી હતી પરતું, જ્યારે ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો ખુબ મોટું ષડ્યંત્ર ચાલુ હોવાનો ખુલાસો થયો હતો. આરકેટી માર્કેટમાં દુકાન નંબર 2768 થી 2771નાં માલિક આશિષ રાઠી છે. ઉષા ફેશન નામથી તેઓ ધંધો કરે છે. એક ગત શનિવારે તેમને પોતાની દુકાનમાં કાપડના જથ્થાની ગણતરી કરી હતી, જોકે સોમવારે જ્યારે તેમને ફરીથી ગણતરી કરી ત્યારે કાપડનો ઘટ્યો હોવાનું સામે આવ્યું હતું. 

મોડસ ઓપેન્ડી શું હતી?
મુખ્ય આરોપી રામ મોઢવાડિયાને 2006થી આરકેટી માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સિક્યુરિટી એજન્સી તરફથી મુકવામાં આવ્યો હતો. દરમિયાન રામ મોઢવાડિયાની આર્થિક સ્થિતિ છેલ્લા ચાર મહિનાથી સારી ન હતી, તેથી તેને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો, જેમાં જે દુકાનોમાં શનિવારે સાંજે વધારે પ્રમાણમાં કાપડનો જથ્થો રાખવામાં આવતો હોય તેવી દુકાનોની રેકી કરવામાં આવતી હતી. રવિવારે રામ મોઢવાડિયા માર્કેટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે અન્ય આરોપીઓ જે દુકાનમાં ચોરી કરવાની હોય તેના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી દુકાનમાં પ્રવેશી કાપડ અને ગેટપાસની ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ કાપડને માર્કેટની સીડી નીચે અથવા તો ગોદાઉનમાં સંતાડી દેતા હતા. ત્રીજે દિવસે એટલે કે સોમવારે ચોરી કરેલા ગેટપાસનો ઉપયોગ કરી ચોરી કરલો માલ લિંબાયત વિસ્તારમાં બનાવેલા ગોડાઉનમાં મોકલી આપતા હતા, અને બાદમાં સુરતથી મેરઠ કાપડ મોકલી વેચી દેતા હતા.

લગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટ

ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેરઠ પહોંચી.
કાપડ બજારમાં ચોરીની ઘટના બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ વેપારીઓમાં રોષ હતો, બીજી તરફ સમગ્ર મામલે સુરત અને ગુજરાતની બહાર સુધીનું કનેક્શન સામે આવતા પોલીસ કમિશ્નર સતીશ શર્માએ કાપડ ચોરીની ઘટનાઓમાં તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચની બે જેટલી ટીમો મેરઠ પહોંચી છે, ત્યાં કોને કાપડ વેચવામાં આવતું હતું તેની તપાસ શરુ કરવામાં આવી છે.

ઉત્તરાયણની અનોખી ઉજણી: યુવતીઓએ આ રીતે ટેટૂ કરાવી આપ્યો આવો સંદેશ

સોમવારે વેપારીઓની બેઠક
કાપડા માર્કેટમાં ચોરીની ઘટનાઓ બનતી હોય છે, પરતું જે રીતે આરકેટી માર્કેટમાં ચોરીની ઘટના બની છે, તેને જોતા અન્ય માર્કેટોના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે ચોરીની ઘટનાઓ રોકવા માટે સોમવારે 14મી જાન્યુઆરીના દિવસે ન્યુ ટેક્સટાઈલ માર્કેટ ખાતે સુરતની તમામ કાપડ માર્કેટની કમિટીના અધ્યક્ષ, સેક્રેટરી અને અગરની વેપારીઓની બેઠક રાખવામાં આવી છે, જેમાં કઈ રીતે કાપડ માર્કેટમાં થતી ચોરી અટકાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે, સંભવતઃ બેઠક પૂર્ણ થયા બાદ પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી તેમની પણ મદદ લેવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news