ગેમ રમવાની લાલચ આપીને શિક્ષકે 9 વર્ષના બાળક પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

વરાછામા ખાનગી ટયુશન કલાસીસના શિક્ષકે 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય કરતા હોહાપો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ નરાધમને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને સોપ્યો હતો. વરાછા ઘરમનગર ખાતે ખાનગી ટયુશન કલાસીસ આવેલુ છે. જ્યાં 9 વર્ષનો બાળક ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. 
 

ગેમ રમવાની લાલચ આપીને શિક્ષકે 9 વર્ષના બાળક પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ચેતન પટેલ/સુરત: વરાછામા ખાનગી ટયુશન કલાસીસના શિક્ષકે 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય કરતા હોહાપો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ નરાધમને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને સોપ્યો હતો. વરાછા ઘરમનગર ખાતે ખાનગી ટયુશન કલાસીસ આવેલુ છે. જ્યાં 9 વર્ષનો બાળક ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. 

ટયુશન કલાસીસના શિક્ષકે તમામ બાળકોને છોડી આ બાળકને અટકાવી દીધો હતો. આ માસુમ બાળકને મોબાઇલમા ગેમ રમવા આપી લલચાલી ફોસલાવી બદકામ કરવા સાથે શિક્ષકે વિકૃત હરકતો પણ કરી હતી. દરમિયાન બાળકે સમગ્ર હરીકકત તેના પરિવારજનોને કરતા તેઓના પગ તળિયેથી જમીન સરકી પડી હતી.

રાતોરાત રસ્તા પર આવી ગયા સુરતના 2000 રત્ન કલાકારો, મંદીનું કારણ ધરી રજા આપી દેવાઈ

સોમવારના રોજ વાલીઓનુ ટોળુ ટયુશન કલાસીસ પર પહોંચી ગયુ હતુ અને હંગામો મચાવ્યો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. કાપોદ્રા પોલીસે બાળકની ફરિયાદના આધારે નરાધમ શિક્ષક સામે ગુનો નોંધી તેની ઘરપકડ કરી હતી.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news