સુરતમાં 12 વર્ષીય કિશોરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પિતા દીકરીને લટકતી જોઈ આઘાતમાં, સમજાતું નથી કે...
સુરતના પાંડેસરામાં તેરે નામ રોડ પર આવેલ ઇન્દીરાનગરમાં રામસેવક પાસવાન પરિવાર સાથે રહે છે. મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ૫૨ ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરામાં ઇન્દીરાનગરમાં રહેતાં શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ભાઈ ઘરે આવતા બહેનને લટકેલી હાલતમાં જોઈ હતી. અચાનક એકના એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
સુરતના પાંડેસરામાં તેરે નામ રોડ પર આવેલ ઇન્દીરાનગરમાં રામસેવક પાસવાન પરિવાર સાથે રહે છે. મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ૫૨ ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની પણ નોકરી કરીને પતિને મમદરૂપ બને છે. રામસેવકના પરિવારમાં પત્ની ઉપરાંત 12 વર્ષની દીકરી રેશમા અને બે પુત્ર છે. રેશમાએ ધોરણ 4 સુધી અભ્યાસ છોડયા બાદ ઘરે જ રહેતી હતી.
ગત રોજ ઘરે કોઈ ન હતું ત્યારે રેશમાએ ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. રેશ્માનો ભાઈ ઘરે આવતા બહેનને લટકેલી હાલતમાં જોઈ બુમાબૂમ કરી હતી. આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા. રેશમાના પિતાને ઘટના અંગે જાણ કરી હતી પિતા પર નોકરીથી ઘરે પરત દોડી આવતા એકના એક દીકરીને મૃતક હાલતમાં જોઈ શોક થઈ ગયા હતા. સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળે આવી પહોંચી હતી.
12 વર્ષીય રેશમા ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો અને ઘરમાં પરિવાર સાથે રહેતી હતી. ગત રોજ માતા પિતા નોકરીએ ગયા હતા. દરમિયાન એકલતાનો લાભ લઈ ઘરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. અચાનક એકના એક દીકરી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આકસ્માતનો ગુનો નોંધી રેશમાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે