ઘોર કળિયુગમાં બાપ-દીકરીનો સંબંધ લજવાયો! પિતાએ દીકરીને અન્ય રૂમમાં લઈ જઈ અડપલા કરીને...

ચોકાવનારી બાબત એ છે કે આ કિસ્સામાં ભોગ બનનાર પીડીતાની ઉંમર માત્ર 9 વર્ષ છે. બે દિવસ પહેલા ભોગ બનનાર દિકરી તેના પિતા અને માતા ઘરે હતા ત્યારે પિતાએ તેને અન્ય રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા.

ઘોર કળિયુગમાં બાપ-દીકરીનો સંબંધ લજવાયો! પિતાએ દીકરીને અન્ય રૂમમાં લઈ જઈ અડપલા કરીને...

ઉદય રંજન/અમદાવાદ: વટવા વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ એક બાળકી સાથે શારીરિક અડપલા કરીને તેનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો , જે મામલે પીડિત દીકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાને ધરપકડ કરી લીધી છે. 

ચોકાવનારી બાબત એ છે કે આ કિસ્સામાં ભોગ બનનાર પીડીતાની ઉંમર માત્ર 9 વર્ષ છે. બે દિવસ પહેલા ભોગ બનનાર દિકરી તેના પિતા અને માતા ઘરે હતા ત્યારે પિતાએ તેને અન્ય રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. જે બાબતની જાણ પીડિત દીકરીએ તેની માતાને કરી હતી. માતા પણ આ વાત જાણી ચોકી ઉઠી અને ડઘાઈ ગઈ હતી. 

જોકે અંતે પીડિત બાળકીની માતાએ પોલીસ સ્ટેશન તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વર્ષ 2020માં ફરિયાદી માતા અને આરોપી સાવકા પિતાના લગ્ન થયા હતા. આરોપી વટવા વિસ્તારમાં નાનું કારખાનું ચલાવે છે. જ્યારે માતા ઘર કામ કરે છે પોલીસે ફરિયાદના આધારે આ પિતાની ધરપકડ પણ કરી લીધી છે અને તેની વધુ પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news