વધુ એક પ્રસિદ્ધ પિઝા કંપનીના આઉટલેટમાં ગંભીર બેદરકારી; મરેલી માખીવાળું પીરસાઈ રહ્યું છે ભોજન

Domino's Pizza: જામનગરમાં ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.

વધુ એક પ્રસિદ્ધ પિઝા કંપનીના આઉટલેટમાં ગંભીર બેદરકારી; મરેલી માખીવાળું પીરસાઈ રહ્યું છે ભોજન

Domino's Pizza: રાજ્યમાં ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ એક પછી એક સામે આવતી રહી છે. હવે આ વચ્ચે જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગર શહેરના પી એન માર્ગ પર આવેલ ડોમિનોઝ પિઝામાંથી ઓર્ડર કરેલ પીઝામાંથી મરેલી માખી નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાગનાથ ગેટ પાસે રહેતા કપિલ સોઢા નામના યુવકે 6 પિઝા ઓર્ડર કર્યા હતા. જેમાંથી 1 પિઝામાં મરેલી માંખી નીકળી હતી. યુવકે ફૂડ શાખાનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી. ફૂડ શાખા દ્વારા ડોમિનોઝ પીઝામાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે જામનગરમા અગાઉ પણ બ્રાન્ડવાળા પિઝામાંથી વંદો નીકળ્યો હતો અને કડક કાર્યવાહી કરાઈ હતી. જો કે મનપાની ફૂડ શાખાની કામગીરી પણ શંકા ઉપજાવે તેવા બનાવો સામે આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news