રાજકોટઃ પાડોશીઓ વચ્ચે થયેલી માથાકુટનો બનાવ હત્યામાં પલટાયો


 હુમલાની ઘટનાનો લાઇવ વિડીયો સામે આવ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાનું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 

રાજકોટઃ પાડોશીઓ વચ્ચે થયેલી માથાકુટનો બનાવ હત્યામાં પલટાયો

રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટમાં સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી માથાકુટનો બનાવ હત્યામાં પલટાયો હતો. શહેરના નાણાંવટી ચોક નજીક આવેલ આર.એમ.સી કવાર્ટરમાં બે દિવસ પહેલા ગાળ આપવાની ના પાડતા મહિલા પર બે મહિલા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાની ઘટનાનો લાઇવ વિડીયો સામે આવ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાનું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજકોટનાં નાણાંવટી ચોક નજીવ આવેલા આર.એમ.સી આવાસ કવાર્ટરમાં રહેતા મુમતાઝબેન હનિફ જુણેજા પર ગત સોમવારે બપોરે પાડોશમાં જ રહેતા જીન્નત, નઝમીન, હુસેન અને સદામ નામનાં શખ્સોએ બોલાચાલી કરીને હુમલો કર્યો હતો. જેમાં આરોપી સદામે મૃતક મુમતાઝબેનને કુંકરનું ઢાંકણું અને છરીનો ઘા ઝીંકી દેતા સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતું ઝઘડાનું કારણ ?
મૃતક મુમતાઝબેન જુણેજાની દેરાણી સબાનાબેન દલનાં કહેવા મુજબ, તેઓ ઘરકામ કરીને આર.એમ.સી કવાર્ટરમાં પરત ફર્યા હતા. ત્યારે આરોપીઓ તેની સામે જોઇ ને ગાળો બોલવા લાગ્યા હતા. જેની ના પાડતા આરોપી જીન્નત, નઝમીન અને જીન્નતનાં પુત્ર સદામ અને હુસેન ઉશ્કેરાયા હતા અને ઝઘડો કર્યો હતો. જોકે ઝપાઝપી થતા મૃતક મુમતાઝબેન જુણેજા દેરાણી સબાનાને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપી સદામે છરી વડે હુમલો કરતા મુમતાઝ જુણેજાને ઇજા પહોંચી હતી. જોકે આ બનાવ બાદ સિવીલ હોસ્પિટલમાં પણ તબીબો દ્વારા પૂરતી સારવાર કરવામાં આવી ન હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો.

વર્ચસ્વની લડાઈ? હવે મ્યુનિસિપલ કમિશનરની ખુરશી પર બેસી ગયા મેયર બિજલ પટેલ

રાજકોટમાં સામાન્ય બાબતે હત્યા, હત્યાનો પ્રયાસ જેવા બનાવો સામાન્ય બનતા જાય છે. જાણે કે આરોપીને પોલીસનો જરા પણ ખૌફ ન હોય તેમ બેફામ બનતા જોવા મળી રહ્યા છે. ખુલ્લામાં છરી બતાવીને ઘાક, ધમકીઓ આપવી એ રાજકોટમાં સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પોલીસે આ મહિલાની હત્યાનાં કેસમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. જોકે હવે આરોપીઓ સામે પોલીસ કેવું વલણ દાખવે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news