હેવાન બન્યો પિતા! મટન કાપવાના છરાથી વ્હાલસોયી દીકરીને 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી

સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતાએ જ દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી બનાવ સામે આવ્યો છે. છત નહીં પરંતુ ઘરમાં સૂવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો. 

હેવાન બન્યો પિતા! મટન કાપવાના છરાથી વ્હાલસોયી દીકરીને 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી

ઝી બ્યુરો/સુરત: સુરતમાં આવેલા કડોદરામાં આજે એક પિતાની ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. સુરતમાં પિતાએ પોતાની વ્હાલસોઈ દિકરીની ટન કાપવાના છરાથી 17 ઘા મારી હત્યા કરી છે. એટલું જ નહીં, પિતાએ પરિવારના અન્ય 4 સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હોવાના પણ સમાચાર છે. 

માત્ર ધાબા પર ઉંઘવા બાબતે પતિપત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં દિકરી પિતાને સમજાવવા જતાં પિતાએ પુત્રીની હૃદય ધ્રુજાવી નાંખે તેવી રીતે હત્યા કરી છે. પિતાએ દીકરાના મોઢા અને શરીરના ભાગે 17 ઘા માર્યા હતા. જેના કારણે દીકરીના ચહેરાના બે ભાગ થઈ ગયા હતા. આ ઘટનામાં આરોપીનો પુત્ર અને પત્ની પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. બીજી બાજુ પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના કડોદરામાં આવેલ સત્યમનગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉં.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં કામ કરતો હતો. પરંતુ રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી વચ્ચે પડી હતી અને બાદમાં ત્રણ ભાઈ પણ આવ્યા હતા. પરંતુ પોતાની માતાને શેતાન પિતાની ચુંગાલમાંથી બચાવવા જતા દીકરીને પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરીને ખૂની ખેલ ખેલ્યો હતો. 

શેતાન પિતા રામાનુજે હુમલો કરતાં પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યાર બાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ લોહિયાળ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતાં તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા હતા. પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. ચહેરા પર મારવામાં આવેલા ઘાથી એના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતાને ઝડપી પડ્યો હતો. ત્યારબાદ દીકરી ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news