ફિલ્મી ઢબે 24 કલાકમાં 4 શહેરોમાં ACBની રેડ, લાખોની રકમ જપ્ત

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન  દાંતીવાડા, વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન રૂા.૧૬ લાખથી વધુની રકમ જપ્ત કરીને ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ સામે કાયદાકીય રાહે પગલાં લેવાશે.

Updated By: May 24, 2018, 08:56 AM IST
ફિલ્મી ઢબે 24 કલાકમાં 4 શહેરોમાં ACBની રેડ, લાખોની રકમ જપ્ત

અમદાવાદ: ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ ખોટું કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાના નિર્ધાર સાથે રાજય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન  દાંતીવાડા, વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન રૂા.૧૬ લાખથી વધુની રકમ જપ્ત કરીને ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ સામે કાયદાકીય રાહે પગલાં લેવાશે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્યના સામાન્ય નાગરિકોને કોઇ રંજાડે નહિ અને નાગરિક હેરાન ન થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે દ્રઢ રાજકીય ઇચ્છાશકિતના સહારે ખોટું કરનાર કોઇ પણ વ્યક્તિને નહી બક્ષવાનો નિર્ધાર કર્યો છે. ઝીરો ટોલરન્સના માધ્યમથી ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવો એ અમારી પ્રાથમિકતા છે. કોઇપણ ક્ષેત્રે થતા ભ્રષ્ટાચારને રોકવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આગામી સમયમાં રાજય ભરમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધરીને કડક હાથે પગલા લેવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

સરકારને નાણાકીય નુકશાન કરતા કર્મચારીઓ માટે હાઇકોર્ટનો લાલબત્તી સમાન ચૂકાદો

દાંતીવાડા ખાતેની રેડમાં આર.એફ.ઓ. ચંન્દ્રકાન્ત ગણપતલાલ જોષી દ્વારા લાકડાની હેરાફેરીમાં ટ્રેકટર રોકાવી રૂા. ૧૨ હજારના નાંણાની માંગણી સંદર્ભેના છટકામાં આર.એફ.ઓ. દ્વારા નોટો મોઢામાં ગળીને મોઢામાં ઉતારવાનો પ્રયાસ કરાયો હતો તે બહાર કાઢીને નાણાં જપ્ત કરાયા છે. તેમજ તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું જેમાં રૂા. ૧૩,૭૫,૯૩૦ ની રોકડ મળી આવી છે. આ કેસમાં  ફોરેન્સીક પુરાવા મેળવવા માટે એ.સી.બી.ના ઇતિહાસમાં સૈાપ્રથમ વાર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ગુનામાં ડી.એન.એ. ટેસ્ટ એફ.એસ.એલ. ગુજરાત દ્વારા કરાશે.

પરિવારની હત્યા કરનાર મોભીએ પત્ની અને દીકરીઓના અંતિમ સંસ્કાર વખતે લીધો મોટો નિર્ણય

એજ રીતે વલસાડ જિલ્લાના વાપી ખાતે ઇન્કમ ટેકસ નિરીક્ષક જીતેન્દ્ર કલ્લુરામ દ્વારા વડીલોપાર્જીત દાગીનાના વેચાણ સંદર્ભે ફરીયાદી પાસેથી વધુ ટ્રાન્ઝેકશનના નામે રૂા. ૭૫ હજારની લાંચની માંગણી કરાઇ હતી તેમને પણ ટ્રેપ દરમ્યાન રકમ સાથે પકડી પડાયા છે. આ ઉપરાંત ગાંધીનગરના લોકલ ફંડના સબ ઓડિટર ભરતભાઇ પટેલ દ્વારા પણ લોકલ સંસ્થાના ઓડિટમાં પેરા નહિ લખવા બાબતે પ્રથમ હપ્તાના રૂા. ૨૫ હજારની માંગણી સામે રૂા. ૧૦ હજારની લાંચની રકમ લેતા પકડી પાડવામાં આવ્યા છે. 

આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ પેટ્રોલપંમ્પ મંજૂર કરાવવા માટે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાનું એન.ઓ.સી. મેળવવા અંગે નેશનલ હાઇવે ઓથોરીટીના એજયુકીટીવ એન્જીનીયરવતી રૂા.૧.૮૦ લાખની લાંચ લેતા ઘર્મેન જયકિશન રૂપારેલ પકડાઇ જતા તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરી કડક હાથે પગલાં લેવાશે. આમ રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો અને નાગરિકોને હેરાન ન થવું પડે તે અમારી પ્રાથમિકતા છે એમ તેમણે જણાવ્યું હતું.