રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયો

Viral Video : ગુજરાતના એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો, જેમાં એક કારચાલક મૃત શ્વાનને પોતાની ગાડીથી ઢસેડીને લઈ જાય છે... લોકોએ કહ્યું-આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે

રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયો

Ahmedabad News : માણસો હવે સંવેદનશીલ બની રહ્યાં છે. માનવોમાંથી માનવતા ગાયબ થઈ રહી છે. ખાસ કરીને અબોલ જીવ સાથે તે ક્રુરતાભરી રમત રમે છે. આવામાં અમદાવાદથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક કારચાલક મૃત શ્વાનને પોતાની ગાડીની પાછળ બાંધીને ઢસેડીની લઈ જઈ રહ્યો છે. 

આ વીડિયો જોઈને તમને અરેરાટી થઈ જશે.  કૌશિક કાંઠેચા નામના એક શખ્સે આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં GJ01 KC 4748 નંબરની કાર બાવળાથી રાજકોટ જવાના રસ્તે છે. આ કારની પાછળ દોરીથી એક મૃત શ્વાન બાંધેલો છે. કારચાલક આ મૃત શ્વાનને દોરીથી ઢસેડીને લઈ જઈ રહ્યો છે. આ દ્રશ્યો ભલભલાને હચમચાવી દે તેવા છે. દુખની વાત એ છે કે, આ વીડિયો ગુજરાતનો છે. 

કૌશિક કાંઠેચાએ વીડિયો શેર કરીને લખ્યું છે કે, અમદાવાદમાં માણસાઈ ભૂલો ગયો શખ્સ, મૃત શ્વાનને આ રીતે ગાડીથી બાંધીને ઢસેડીને લઈ જવુ કેટલુ યોગ્ય છે? Shame. 

 

मरे हुए #Dog को इस तरह गाड़ी से बांध घसीटकर ले जाना कितना उचित है?

— Kaushik Kanthecha (@Kaushikdd) June 22, 2024

 

ત્યારે કૌશિક કાંઠેચાના આ વીડિયોની નોંધ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પેટા ઈન્ડિયાએ પણ લીધી. પેટા ઈન્ડિયાયે ટ્વિટર પર જવાબમાં કહ્યું કે, કૃપા કરીન અમારા ઈમરજન્સી નંબર 98201 22602 પર ફોન કરીને અમને આ ઘટનાની વિસ્તૃત માહિતી આપો. અથવા તમારા સંપર્કની માહિતી આપો, જેથી અમે તમને સંપર્ક કરી શકીએ. 

આ વીડિયો બહુ જ ડરામણો છે. કોઈ કેવી રીતે આવું કરી શકે. આ વીડિયોના ટ્વિટર પર પ્રતિસાદ મળ્યા છે. જેમાં લોકોએ કારચાલક સામે રોષ દાખવ્યો છે. એક યુઝરે લખ્યું કે, આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, મૃત કૂતરાને કાર સાથે બાંધીને જોવું ખૂબ જ દુઃખદ છે. આ ક્રૂર કૃત્ય માટે જવાબદાર ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news