નામ બડે ઔર દર્શન ખોટે: અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટના રોડ છે "બિસ્માર"

એરપોર્ટના ડોમેસ્ટીક કે પછી ઇન્ટરનેશનલ ટર્મિનલ તરફ જવાના માર્ગની હાલત જુઓ, તો એમ થાય કે શું આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે કે કોઇ નાનકડા શહેરમાં આવેલી હવાઇ પટ્ટી..???

નામ બડે ઔર દર્શન ખોટે: અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટના રોડ છે "બિસ્માર"

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Patel International Airport) નું સંચાલન કોર્પોરેટ ગૃપ અદાણી (Adani) ને સોંપાયા બાદથી સતત કોઇના કોઇ વિષયને લઇને વિવાદો (Controversy) સર્જાતા જ રહે છે. પછી તે શરૂઆતમાં નામકરણનો મામલો હોય, ટેક્સી પાર્કિંગ (Taxi Parking) ના ચાર્જિસ હોય, કે પછી એરપોર્ટ પરિસરમાં જ ફૂડ સ્ટોલ શરૂ કરવાની બાબત હોય. આ વખતે એરપોર્ટ ટર્મિનલ તરફ જતા રોડની અત્યંત ખસ્તા હાલતનો મામલો છે.

અમદાવાદ (Ahmedabad)નું સરદાર પટેલ ઇન્ટનેશનલ એરપોર્ટ (Sardar Patel International Airport)  સરકારના હાથમાંથી ખાનગી હાથમાં ગયુ ત્યારથી જ વિવાદમાં રહેવા લાગ્યુ છે. કોર્પોરેટ જૂથ અદાણી (Adani) દ્વારા અમદાવાદ એરપોર્ટનુ સંચાલન સંભાળવામાં આવ્યુ ત્યારથી કોઇનેકોઇ વિષયને લઇને વિવાદ સર્જાતા રહે છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર સામાન્ય લોકોની અવરજવર તો હોય છે. 

પરંતુ સમયાંતરે રાજ્યના મુખ્ય સચિવથી લઇને અન્ય ઉચ્ચ અધિકારી કે પછી દિલ્હીથી આવતા કેન્દ્ર કરકારના મંત્રીઓ અને અધિકારીઓ પણ એરપોર્ટ પર આવ્યા બાદ મોટર માર્ગે ત્યાં રસ્તા પરથી પસાર થાય છે. ત્યારે એરપોર્ટના ડોમેસ્ટીક કે પછી ઇન્ટરનેશનલ ટર્મિનલ તરફ જવાના માર્ગની હાલત જુઓ, તો એમ થાય કે શું આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે કે કોઇ નાનકડા શહેરમાં આવેલી હવાઇ પટ્ટી..???

કેન્ટોનમેન્ટ વિસ્તાર બાદ એરપોર્ટ સર્કલ (Airport Circle) થી સરદાર પટેલની પ્રતિમા તરફ જવાનો માર્ગ હાલ ખાડાથી ભરેલો છે. પોતાની વૈભવી ગાડીમાં એરપોર્ટ પર આવતા કે પછી અમદાવાદ (Ahmedabad) માં પ્રવેશ મેળવતા કોઇપણ મુસાફરને આ ખાડા અને ઉખડી ગયેલી કપચી જોઇને તો તેઓ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પર આવ્યા હોય એવો અનુભવ નહી જ થતો હોય.
No description available.
Viral Video: જાણિતી અભિનેત્રીનો MMS થયો લીક, સોશિયલ મીડિયા પર સંભળાવી આપવીતી

હાલ તો કોર્પોરેટર ગૃપ અદાણી (Adani Group) ના એરપોર્ટ (Airport) ઉપરાંત તેના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોના સંચાલનને લઇને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનુ રહેશે કે ક્યાર સુધીમાં તેઓ ખસ્તા થઇ ગયેલા રોડનું રીપેરીંગ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news