ઓનલાઈન જુગાર રમવાની આદતમાં ડેન્ટલનો યુવક ચોર બન્યો, રેપિડોમાં પણ કર્યો મોટો કાંડ!
રાહુલે રેપીડોમાં ડ્રાઇવર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન એક દસ્તાવેજી પુરાવા મટે બાદમાં અપલોડ કરવાનું ઓપ્શન પસંદ કર્યું હતું, જેથી તેને રેપીડોમાં બાઈક ચલાવવા માટે પરવાનગી મળી. આ પ્રકારની ગંભીર બાબત પોલીસના જાણે આવતા રેપીડો નોટિસ આપી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ડેન્ટલનો અભ્યાસ કરતા યુવકને અમદાવાદ શહેર ઝોન 1 એલસીબી દ્વારા બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. રાહુલ નામનો યુવક ઓનલાઈન જુગાર રમવાની આદતમાં આર્થિક નુકસાન થતા બાઈક ચોરીની પ્રવૃત્તિમાં જોડાયેલ હતો. રાહુલની સાથે તેના અન્ય યોગેશ અને દિલીપ નામના સાગરીતની પણ ધરપકડ કરી છે.
ત્રણેય આરોપીઓએ સાથે ભેગા મળીને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા 12 બાઈક અને 1 કારની કરી હતી ચોરી. સૌથી મોટી અને ચોકાવનારી બાબત એ છે કે પકડાયેલ આરોપી પૈકી રાહુલ નામનો મુખ્ય આરોપી રેપીડોમાં ચોરી કરેલ બાઈક ચલાવતો હતો. રાહુલે ઓનલાઇન જુગારમાં પૈસા હારી જવાથી બાઈક ચોરી અને ચોરીની બાઈકથી રેપીડોમાં બાઈક ચલાવતો.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે રાહુલે રેપીડોમાં ડ્રાઇવર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન એક દસ્તાવેજી પુરાવા મટે બાદમાં અપલોડ કરવાનું ઓપ્શન પસંદ કર્યું હતું, જેથી તેને રેપીડોમાં બાઈક ચલાવવા માટે પરવાનગી મળી. આ પ્રકારની ગંભીર બાબત પોલીસના જાણે આવતા રેપીડો નોટિસ આપી આ પ્રકારની ચૂક ભવિષ્યમાં ન થાય અને સિસ્ટમમાં સુધારો લાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
રાહુલ નામના આરોપીએ દોઢ મહિના સુધી ચોરેલી બાઇકથી રેપિટોમાં ગાડી ચલાવીને 181 જેટલી રાઇડ કરી લીધી હતી. આ કિસ્સામાં પકડાયો યોગેશ નામનો આરોપી ભાનુ ચલાવતો હતો, જેને પણ આર્થિક નુકસાન થતા બાઈક ચોરીની પ્રવૃત્તિ જોડાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે