જો આમને આમ રહ્યું તો કન્યાઓનો પડશે દુષ્કાળ! ગુજરાતમાં વધશે 'વાંઢા'ઓની સંખ્યા, જાણો શું છે કારણ?

જોકે હવે 13 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા કરનાર ચાર મિત્રો જેમાં વડોદરા રહેતો સુખદેવસિંગ ઉર્ફે સુખો તેમજ અમદાવાદના મોહમદઉમર ઉર્ફે ડોકટર, ફિરોઝ શેખ અને અબ્દુલગફાર કુરેશીની ધરપકડ કરી છે.

જો આમને આમ રહ્યું તો કન્યાઓનો પડશે દુષ્કાળ! ગુજરાતમાં વધશે 'વાંઢા'ઓની સંખ્યા, જાણો શું છે કારણ?

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના કોઠ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં થયેલી યુવાનની હત્યાનો ભેદ 13 વર્ષ બાદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા કરવાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

હત્યાનો બનાવ 5 જુલાઇ 2010નાં દિવસે બન્યો એટલે કે આજથી 13 વર્ષ પહેલાં બનેલો. અમદાવાદ જિલ્લાના વટામણ થી ધોલેરા રોડ ઉપર મોટી બોરૂ ગામની સીમમાં રોડની બાજુની ઝાડીઓ માંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. આ વ્યક્તિના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા ના નિશાન હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી. પણ આજ સુધી હત્યાના આરોપીઓને પોલીસ પકડી નો શકી. 

જોકે હવે 13 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા કરનાર ચાર મિત્રો જેમાં વડોદરા રહેતો સુખદેવસિંગ ઉર્ફે સુખો તેમજ અમદાવાદના મોહમદઉમર ઉર્ફે ડોકટર, ફિરોઝ શેખ અને અબ્દુલગફાર કુરેશીની ધરપકડ કરી છે.ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓની ધરપકડ કરી  બાદમાં પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વડોદરા રહેતા સુખદેવસિંગનાં લગ્ન વર્ષ 2007માં ઉતરપ્રદેશની સુનિતા સાથે થયા હતા. સુનીતાના ગામના બ્રિજેશ ટેલર નામના વ્યક્તિએ સુખદેવસિંગ અને સુનીતાના લગ્ન કરાવ્યા હતા. 

લગ્નના દોઢ વર્ષ બાદ સુખદેવસિંગ અને સુનિતા વચ્ચે ઝગડો થાય સુનિતા અચાનક 25 તોલા સોનાના દાગીના અને 2 લાખથી વધુની રોકડ લઇને નાસી ગઈ હતી. જે બાબતે સુખદેવસિંગ અવારનવાર બ્રીજેશને પૂછતો હતો કે સુનિતા ક્યાં છે. પરંતુ બ્રિજેશ પોતાને કઈ ખ્યાલ નહિ હોવાનો જવાબ આપતો હોવાથી સુખદેવસિંગને બ્રિજેશ પર શંકા જતા તેને બ્રીજેશને હત્યા કરવાનું નક્કી કર્યું. જેથી સુખદેવસિંગ તેના અમદાવાદના મિત્રો મોહંમદઉમરને ફોનથી જાણ કરી ત્રણ ચાર માણસોને સાથે લઈ આવવાનું કહ્યું. જેથી મોહમ્મદઉમર તેની સાથે ફિરોઝ શેખ અને અબ્દુલગફાર સાથે વડોદરા પહોચ્યો હતો. 

ચારેય આરોપીઓએ બ્રીજેશને બોલાવી ધાક ધમકીઓ આપી હતી. પણ બ્રિજેશે સુનિતા વિશે કઈ નહિ કહેતા આખરે બ્રીજેશને હાથ બંધી કારમાં બેસાડી બે અલગ અલગ કાર લઈને વટામણ થી ધોલેરા ચોકડી થી મોટી બોરુ ગામ પાસે ઝાડીમાં લઈ જઈને સુખદેવસિંગ બ્રીજેશને તિક્ષણ હથિયારોથી હત્યા નીપજાવી હતી. હત્યા નિપજાવી બે અલગ અલગ કારમાં ચારેય આરોપીઓ નાસી છૂટયા હતા.

હાલ તો પોલીસે આરોપીઓએ ગુનામાં વપરાયેલી વાહનો અંગે તપાસ કરતા પણ જાણવા મળ્યું કે આરોપીઓએ મારુતિવેન અને વેગેનાર કાર સાથે લાવ્યા હતા. જેમાંથી મારુતિવેન અમદાવાદના એસ.જી હાઈવે પરથી ચોરી કરી હતી અને હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. હત્યા બાદ ગાડીની નંબર પ્લેટ બદલી દોઢેક મહિના બાદ તેને ઝઘડિયા જવાના રસ્તે ઝાડીમાં મૂકી દીધી હતી. હત્યા બાદ ચારેય પોતાની નિયમિત જીવન જીવવા લાગ્યા હતા જેથી કોઈને શંકા જાય નહિ અને પોલીસને પણ હત્યા કર્યાનો ખ્યાલ આવે નહિ. 

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બ્રિજેશ જ્યારે એક બે દિવસથી ઘરે આવ્યો નહિ ત્યારે તેની પત્ની સંગીતાએ ગુમ થયા હોવાની જાણ પણ પોલીસને કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલવા બ્રિજેશનાં હત્યા થયેલા ફોટો બતાવતા તેની પત્ની સંગીતાએ હત્યા થયેલો વ્યક્તિ બ્રિજેશ જ હોવાનું જણાવ્યું હતું. પકડાયલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી સુખદેવસિંગ ઉર્ફે સુખો અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જો તેનાં ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો...

સુખદેવસિંગ ઉર્ફે સુખાનો ગુનાહિત ઇતિહાસ

  • - 1990 માં મુંબઇ નહેરુનગર કુર્લા માં હત્યાની કોશિશ 
  • - 1995 માં જલગાંવમાં હત્યા કેસ.
  • - 2002 નાં ગોધરાકાંડ કેસમાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ, આગ લગાવવા અને લૂંટ કેસ.
  • - 2003 વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ગાડી નબર પ્લેટ બદલવાનો કેસ.
  • - 2007 કે 2008 માં વાસી થાણા માં ટ્રેક ચોરીનો કેસ.
  • - 2007 કે 2008 માં ભરૂચ આમોદ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો કેસ.
  • - 2014 માં મુંબઇ મુલુંન વિસ્તાર માંથી ટ્રક ચોરીનો કેસ.
  • - 2022 માં ઘાટકોપર, સાકીનાકા, midc, ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીના કેસ 

જો તમે શાકાહારી હોવ અને ચાંદીની વરખવાળી મીઠાઇ ખાતા હોવ તો આટલું વાંચી લેજો?

નોંધાયેલા છે. હાલતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષ પહેલાંનો હત્યાનો ભેદ ઉકેલી સારી કામગીરી કરી છે પરંતુ 13 વર્ષ પહેલાં કોઠ પોલીસ મથકમાં નોંધાયેલી હત્યાની ફરિયાદ, વડોદરામાં નોંધાયેલી મિસિંગની ફરિયાદ તેમજ સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધાયેલી કાર ચોરીનો ભેદ આજ સુધી ઉકેલવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ હતી. જોકે હાલતો ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સુખદેવસિંગ અન્ય કોઈ ગુનાઓ આચાર્ય છે કે કેમ અને અન્ય ત્રણ આરોપીઓના કોઈ ગુનાહીત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news