આંચકાજનક આગાહી! સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, આ તારીખથી ગુજરાત આખું થઈ જશે ટાઢું

Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે.

આંચકાજનક આગાહી! સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, આ તારીખથી ગુજરાત આખું થઈ જશે ટાઢું

Gujarat Weather: અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠા સાથે ઠંડીની આગાહી કરી છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે. સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે. અંબાલાલે લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

ક્યારે પડશે કાતિલ ઠંડી?
વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત તાપમાનમાં ફેરફાર થઇ રહ્યા છે. જેના કારણે ઠંડીમાં વઘઘટ થયા કરે છે. 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે અને કડકડતી ઠંડીનો અહેસાસ થશે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ત્યાર બાદ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. ભેજનું પ્રમાણ ઓછું થતાં વાદળો હટતા આકાશ સ્વચ્છ થતા ફરી તાપમાન 2થી 3 ડિગ્રી નીચું જશે. 

આમ જોવા જઈએ તો ડિસેમ્બરમાં અને જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયુ છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો 7થી 10માં જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. જે બાદ 10થી 13માં જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવશે.

આ આગાહી સાચી પડી ગઈ તો...
રાજ્યમાં ઉતર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને વેસ્ટન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઇ રહી છે. ગત ચોમસાની પેટર્ન કોયડા સમાન રહી હતી. તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમા વધઘટ થયા કરશે. કારણ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તેવા આવ્યા નથી. જેના કારણે ઠંડી વધી નથી. 

29થી 31 ડીસેમ્બરના દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો સાતથી 10માં જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. જે બાદ 10થી 13માં જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવેશે. માવઠાની આફત અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કે વિપરિત હવામાન રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news