અમદાવાદ: ચૂંટણી પહેલા વટવા વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી યુવક ઝડપાયા

લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સજ્જ થઇ છે. આ કામગીરી અનુસંધાને અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે અમદાવાદના વટવા વિસ્તારના કેનાલ નજીકા ચાર માળીયા વિસ્તારમાંથી બે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટના ગુના હેઠળ ઝડપી પાડયા છે.

અમદાવાદ: ચૂંટણી પહેલા વટવા વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી યુવક ઝડપાયા

ઉદય રંજન/અમદાવાદ: લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સજ્જ થઇ છે. આ કામગીરી અનુસંધાને અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે અમદાવાદના વટવા વિસ્તારના કેનાલ નજીકા ચાર માળીયા વિસ્તારમાંથી બે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટના ગુના હેઠળ ઝડપી પાડયા છે.

જેમાં આરોપી અલઅમીન ખાન અને યાસીન પાડાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ પાસેથી SOG ક્રાઇમ બ્રાંચને ભારતીય નાગરિત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા છે. જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને પાસપોર્ટનો સમાવેશ થઇ રહ્યો છે. ત્યારે SOG ક્રાઇમ બ્રાંચના ડીસીપી હર્ષદ પટેલ અને એસીપી બલદેવસિંહ સોલંકીએ પોતાના અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે, આ ભારતીય નાગરિત્વના દસ્તાવેજ આ બંને બાંગ્લાદેશીઓ પાસેથી ક્યાંથી આવ્યા એ અંગે તાપસ કરવામાં આવે.

SOGની ટીમે વધુ તપાસ કરતા ઘટસ્ફોટ થયો કે, વાપીના રફીક પઠાણ અને કુલદીપ દુબે નામના બે શખ્સોએ પૈસાથી બનાવી આપ્યા છે. ત્યારે હાલ SOGએ બન્ને બાંગ્લાદેશીઓની ધરપકડ કરીને વાપીના રફીક પઠાણ અને કુલદીપ દુબેની શોધખોળ શરૂ કરી છે. બન્ને બાંગ્લાદેશીઓ મૂળ બીલાસખાન બાંગ્લાદેશના હોવાનું સામે આવ્યું છે. પોલીસે એ દિશમાં પણ તપાસ શરૂ કરી છે, કે આ બંન્ને બાંગ્લાદેશી દેશવિરોધી પ્રવુતિમાં સાંકળયેલા છે કે કેમ? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news