પાર્કિંગ સુવિધા મામલે AMCની કાર્યવાહી યથાવત, કાલે 180 દુકાનો બાદ આજે વધુ 43 યુનિટ સીલ
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: પાર્કિંગ સુવિધા મામલે AMCની કાર્યવાહી યથાવત છે. આજે વધુ 43 યુનિટ સીલ કરવામાં આવ્યાં. પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા 12 ઈમારતોમાં કાર્યવાહી હાથ ધરાઈ. ગઈ કાલે પણ 180 દુકાનો સીલ કરાઈ હતી.
સીલ કરાયેલા યુનિટોની વિગતો આ મુજબ છે.
1. સતદલ કોમ્પલેક્ષ- 7 યુનિટ્સ નવરંગપુરા
2. વિશાલ કોમ્પલેક્ષ- 7 યુનિટ્સ નવરંગપુરા
3. પુરનેશ્વર કોમ્પલેક્ષ- 7 યુનિટ્સ નવરંગપુરા
4. એવરેસ્ટ સર્વિસીઝ, શાંતિ ચેમ્બર્સ- નવરંગપુરા
5. સિદ્ધાર્થ કોમ્પલેક્ષ- 8 યુનિટ્સ નવરંગપુરા
6. મંગલ્ય હાઉસ- 4 યુનિટ્સ નવરંગપુરા
7. ચાણક્ય બિલ્ડિંગ- પ્રિન્સ ઓફસેટ, શ્રી સેનીટરી સ્ટોર્સ-2 યુનિટ્સ નવરંગપુરા
8. અભિરથ કોમ્પલેક્ષ-3 યુનિટ્સ નારણપુરા
9 સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર, વાસણા
10. મેડિસિન માર્કેટ પાલડી
11. ઈસ્કોન સ્ક્વેર પાલડી
12 દેવદર્શન કોમ્પલેક્ષ પાલડી
જુઓ LIVE TV
મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોપોર્રેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તા.31.1 2020ના રોજ રાત્રે મંજૂર થયેલ પાર્કિંગની જગ્યામાં પાર્કિંગ ન થાય તે રીતે અડચણો કરનાર/બાંધકામ કરનાર તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરનાર એકમો/મિલકત સામે નામ.હાઇકોર્ટ દ્વારા પી.આઈ.એલ. નં.170 /2017 માં આપેલ દિશા-નિર્દેશ તેમજ સી.જી.ડી. સી.આર.-2017ની જોગવાઈ અનુસાર કુલ 12 બિલ્ડીંગના 43 યુનિટ સીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે