બાકી ટેક્ષ મુદ્દે AMCનું કડક વલણ, છેલ્લા ત્રણ દિવસમાં 3000 મિલકત સીલ

વર્તમાન નાણાકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે. ત્યારે ચાલુ વર્ષે ટેક્સની આવકો ટાર્ગેટ પૂર્ણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં જ શહેરભરની 3000 જેટલી ધંધાકીય મિલ્કતો સીલ કરી દેવાઇ છે. જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધી 21 હજારથી વધુ મિલ્કતો સીલ કરીને 15 માર્ચ સુધીમાં 796 કરોડની આવક મેળવી લેવાઇ છે.

બાકી ટેક્ષ મુદ્દે AMCનું કડક વલણ, છેલ્લા ત્રણ દિવસમાં 3000 મિલકત સીલ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: વર્તમાન નાણાકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે. ત્યારે ચાલુ વર્ષે ટેક્સની આવકો ટાર્ગેટ પૂર્ણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં જ શહેરભરની 3000 જેટલી ધંધાકીય મિલ્કતો સીલ કરી દેવાઇ છે. જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધી 21 હજારથી વધુ મિલ્કતો સીલ કરીને 15 માર્ચ સુધીમાં 796 કરોડની આવક મેળવી લેવાઇ છે.

રૂ.7550 કરોડ કરતા વધારેનું વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો સૌથી મોટો આધાર ટેક્સની આવક છે. વર્ષ 2018-19નું નાણાકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે, ત્યારે ચાલુ વર્ષનો રૂ.950 કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યંત કડક વલણ અપનાવ્યુ છે. જે અંતર્ગત પાછલા 3 દિવસમાં જ શહેરભરમાં 3000 ધંધાકીય મિલ્કતો સીલ કરવામાં આવી છે. નોંધનીય છેકે આ વર્ષે 15 માર્ચ સુધીમાં ગત વર્ષની સરખામણીમાં 90 કરોડ જેટલી ટેક્સની વધુ આવક થઇ છે. અને હજી પણ આ આવક વધારવા માટે તંત્ર અત્યંત કડક વલણ અપનાવીને બેઠુ છે. જે માટે વધુ કેટલીય મિલ્કતો સીલ કરવામાં આવશે.

બીજેપીના સાંસદ સી.આર.પાટીલ સામે થઇ આચાર સહિતતા ભંગની ફરિયાદ

એક નજર કરીએ ચાલુ નાણાકીય વર્ષમાં 15 માર્ચ સુધીની આંકડાકીય માહિતી ઉપર....

ઝોન સીલ કરેલ મિલ્કત આવક રૂ.(કરોડમાં)
મધ્ય 2995 114.82
ઉત્તર 4365 68.20
દક્ષિણ 2850 76.12
પૂર્વ 1535 66.84
પશ્ચિમ 4766 225.52
ઉત્તર પશ્ચિમ 3099 244.70
દક્ષિણ પશ્ચિમ  2511  ----
 કુલ  22121 795.90

તો બીજી તરફ ચાલુ વર્ષે પાછલા વર્ષોનો બાકી ટેક્સ ન ભરનારા લોકો માટે વ્યાજ માફીની યોજના અમલમાં ન મૂકવાના મુદ્દે પણ તંત્ર અત્યંત કડક છે. અધિકારીનું કહેવુ છેકે વ્યાજમાફીની યોજનાનો કેટલાય લોકો ગેરલાભ લે છે. પરીણામે મ્યુનિસિપલ તંત્રને વધુ આર્થિક નુંકશાન થાય છે. જેના કારણે અનેક માંગણી છતા પણ મ્યુનિસિપલ કમિશ્નરે આ વર્ષે વ્યાજમાફીની યોજનાનો અમલ નથી કર્યો.

 

મહત્વનું છેકે કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદથી વિજય નેહરાએ બાકી ટેક્સની વસુલાત ઝુંબેશ કડક હાથે શરૂ કરી છે. જે અંતર્ગત 10 થી વધુ મિલ્કતોની જાહેર હરાજી પણ કરી દેવાઇ છે. ત્યારે આ વર્ષનો 950 કરોડની આવકનો લક્ષ્યાંક કરવા તંત્ર વધુ કડક કાર્યવાહી કરશે તેમાં કોઇ શંકા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news