સાબરકાંઠા: ધરોઇના નીર ખુટતા તળીયામાં દેખાયા પૈરાણિક મંદિર અને વાવ

મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા આમ ત્રણ જિલ્લાના વિસ્તારોને સાંકળતો ધરોઇ બંધ ચાલુ સાલે ખાલીખમ છે. જળાશય ખાલી થતા ધરોઇ જળાશયમાં ડુબમાં રહેતા વિસ્તારો ખુલ્લા થતા હવે જળાશય વિસ્તારના પૌરાણીક મંદીર અને વાવ પણ ખુલ્લા થવા લાગ્યા છે.

સાબરકાંઠા: ધરોઇના નીર ખુટતા તળીયામાં દેખાયા પૈરાણિક મંદિર અને વાવ

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા આમ ત્રણ જિલ્લાના વિસ્તારોને સાંકળતો ધરોઇ બંધ ચાલુ સાલે ખાલીખમ છે. જળાશય ખાલી થતા ધરોઇ જળાશયમાં ડુબમાં રહેતા વિસ્તારો ખુલ્લા થતા હવે જળાશય વિસ્તારના પૌરાણીક મંદીર અને વાવ પણ ખુલ્લા થવા લાગ્યા છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈમાં વર્ષો બાદ પાણીનો જથ્થો ઓછો થતાં ચાંપલપુર ગામના અવશેષો દેખાવા લાગ્યા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા ગઢડા શામળાજી વિસ્તારમાં ધરોઇ બંધમાં ડુબમાં ગયેલા અઠ્ઠાવીસ ગામો પૈકીના ચાંપલાનાર ગામના અવશેશો પાણીનું સ્તર ઘટી જતા બહાર આવ્યા છે. વર્ષ 1978માં ધરોઈ જળાશયના નિર્માણને લઇને ડુબમાં જતા ગામડાઓને અન્યત્ર ખસેડીને જળાશય તૈયાર કરાયુ હતુ. 

અમદાવાદ: જન્મજાત થેલેસેમિયા રોગથી પીડાતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

ચાલુ વર્ષે અને ગત વર્ષે ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઓછુ રહેવાને લઇને ધરોઇ ડેમના ચાલુ સાલે તળીયા દેખાવા લાગ્યા છે. ધરોઇમાં પાણીની સ્થિતી નહીવત થવાને લઇને હવે વર્ષો પછી ચાંપલપુર ગામના અવશેષો દેખાવા લાગ્યા છે. જેમાં ખાસ કરીને પૌરાણીક વાવ અને જૈન મંદીર પણ પૌરાણીક બાંધણીનુ સંપુર્ણ પણે ખુલી જવા પામ્યુ છે. તો બાજુમાં રહેલા ગઢડા શામળાજી ગામના લોકો પણ આ અવશષો સંપુર્ણ ખુલ્લા જોવા મળવાને લઇને જુની યાદોને તાજી કરી રહ્યા છે.

અમદાવાદ બાદ એશિયાના સૌથી ઝડપી વિકસતા સુરતમાં પણ દોડશે ‘મેટ્રો ટ્રેન’

ગઢડા શામળાજી ગામ નજીક ધરોઇ બંધના નિર્માણ અગાઉ ચાંપલપુર ગામ વસેલુ હતુ. અનેએ ગામ વિસ્તારમાં જૈન દેરાસર અને પૌરાણીક વાવ આવેલી હતી, અને સમય જતાએ મંદિરો અને વાવ પણ ધરોઇમાં સાબરમતી નદીના પાણીમાં ડુબમાં ગયા હતા. સારા ચોમાસા દરમ્યાનતો ગઢડા શામળાજી અને ધોળી ગામ વિસ્તાર નજીકના ધરોઇ કાંઠાના વિસ્તારો પાણી પાણી રહેતા હોય છે.

હવે લાંબા સમય બાદ ગત ચોમાસું નબળુ રહેતા અને ચાલુ વર્ષે પણ હજુ સુધી વરસાદ સારો નહી વરસતા સાબરમતી નદીમાં નવા નિર હજુ આવ્યા નથી. જેને લઇને ધરોઇમાં નવા પાણીની આવક થઇ શકી નથી આમ હવે ચોમાસામાં પણ પૌરાણીક અવશેષો ખુલ્લા જોવા મળવાને લઇને ગામલોકોને નબળા ચોમાસાના દુખ સાથે પણ પોતાના વારસાને ફરીથી જોવા મળવાનો આનંદ છે. અને આસપાસના વિસ્તારના લોકોમાં પણ જુની અવશેષોને લઇને કુતુહલતા પેદા થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news