રામરહીમ, આશારામ અને ઈમરાન ખાનના BJPમાં જોડાવા પાછળ શું છે હકીકત?
ત્રણ લોકોના ભાજપમાં જોડાવાથી તહેલકો મચ્યો છે. ગુરમીત રામરહીમ સિંહ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આશારામના બીજેપી સદસ્યતાવાળા કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જે અંગે અમદાવાદ બીજેપી શહેર મહામંત્રીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંદાવી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. ત્યારે બિઝનેસ, સાહિત્ય, સંગીત, બોલિવુડ તેમજ અન્ય અનેક ક્ષેત્રોની મોટી મોટી હસ્તીઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ અભિયાન અંતર્ગત લાખો લોકો ભાજપમાં જોડાયા છે. પણ ત્રણ લોકોના ભાજપમાં જોડાવાથી તહેલકો મચ્યો છે. ગુરમીત રામરહીમ સિંહ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આશારામના બીજેપી સદસ્યતાવાળા કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જે અંગે અમદાવાદ બીજેપી શહેર મહામંત્રીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંદાવી છે.
ગુરમિત રામરહીમ સિંહ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, આશારામના ભાજપના સદસ્યતા હોવાના ઈ-કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ બીજેપી શહેર મહામંત્રીએ ઈ-કાર્ડ બનાવી વાયરલ કરવા અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
મહામંત્રી દ્વારા ગુલામ શેખ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે ફરિયાદમાં લખાવ્યું કે, વાઈરલ થયેલા આ ઈ-કાર્ડથી બીજેપી સદસ્યતા અભિયાનને નુકશાન પહોંચ્યુ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે