ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી થશે કે મોડી સચોટ અને પાક્કા સમાચાર જાણી લો...
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં વહેલી ચૂંટણીનું આયોજન થાય તેવા એક સમાચાર ચાલી રહ્યા છે. ગુજરાતમાં હાલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઇ છે તે જોતા વહેલી ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી અટકળો ચલાવવામાં આવી રહી છે. જો કે હાલમાં જે પ્રકારે સ્થિતિનું સર્જન થયું છે તે જોતા કોઇ પણ સ્થિતિમાં વહેલી ચૂંટણીનું આયોજન થાય તેવી શક્યતા નહીવત્ત છે. ZEE 24 KALAK દ્વારા સ્પષ્ટ રીતે જાહેરમાં કહે છે કે, વહેલી ચૂંટણી ક્યારે પણ આયોજીત થશે નહી. કોઇ પણ સ્થિતિમાં વહેલી વિધાનસભા ચૂંટણી આયોજીત નહી થાય.
ચાર રાજ્યોમાં જે પ્રકારે ભાજપ વિધાનસભા ચૂંટણી જીતી અને હાલમાં જે પ્રકારે નવા નવા વિરોધના સુર ઉઠી રહ્યા છે. અલગ અલગ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો, કર્મચારી સંગઠનો, સામાજિક સંગઠનો આંદોલન કરી રહ્યા છે તે જોતા આગામી સમયમાં સ્ફોટક સ્થિતિ થાય અને તેને ખાળી ન શકાય તેવી સ્થિતિ સર્જાય તે પહેલા ચૂંટણી થઇ જાય તેવું સરકાર માની રહી હોવાનું અનેક સમાચાર માધ્યોમ દાવા કરી રહ્યા છે. જો કે આવી કોઇ જ શક્યતા નથી. ચૂંટણી તેમા સમયે ડિસેમ્બર મહિનામાં જ થશે.
અત્રે નોંધનીય છે કે, હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, જેના કારણે ચૂંટણી પંચ ચૂંટણીનું આયોજન કરે તેવી શક્યતાઓ નહીવત્ત છે. આ ઉપરાંત રાજકીય પાર્ટીઓને પણ પ્રચારમાં મુશ્કેલી પડી શકે છે. ધોમધખતા ઉનાળામાં લોકોને ચૂંટણી માટે મતદાન કે જાહેર સભાઓમાં હાજર રહે તેવી શક્યતાઓ ઘટી જાય છે. ડોર ટુ ડોર પ્રચાર પણ શક્યતા ઘટી જાય છે. ત્યાર બાદ ચોમાસાને કારણે પણ ચૂંટણીના આયોજનની શક્યતાઓ નહીવત્ત છે. કારણ કે ચોમાસા દરમિયાન ઇવીએમ મશીન અને સમગ્ર સ્ટાફની હેરફેર કરવામાં મુશ્કેલી પડતી હોય છે. તેમના રહેવાની વ્યવસ્થા અને અન્ય બાબતોમાં પણ મુશ્કેલી પડતી હોય છે. જેથી ડિસેમ્બર મહિનો અનુકુળ હોવાનાં કારણે યોગ્ય સમયે જ ચૂંટણી થશે. આવી ભ્રામક શક્યતાઓને ઉચ્ચ પદસ્થ સુત્રો પણ નકારી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે