ATM માંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો, કેમ કે તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો
ATM માંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો. કેમ કે તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો. આવા જ ગુનાઓને અંજામ આપનાર ગેંગ પોલીસ સકાંજામાં આવી ગઈ છે
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: ATM માંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો. કેમ કે તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો. આવા જ ગુનાઓને અંજામ આપનાર ગેંગ પોલીસ સકાંજામાં આવી ગઈ છે. મદદના નામે ATM કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેંગના ત્રણ લોકોને ઈસનપુર પોલીસે ઝડપી પાડી ATM ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલયો છે.
એટીએમ સેન્ટરમાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતી જજો ક્યાંક આ મદદ તમને ભારે પડી શકે છે. મદદના નામે ઠગાઈ કરનાર ગેંગ પોલીસ સંકજામાં આવી ગઈ છે. ATM માં પૈસા કાઢવાના નામે ઠગાઈ કરતી ગેંગના 3 શખ્સોની ઇસનપુર પોલીસે ધરપકડ કરી અનેક ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઇસનપુર પોલીસે શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સોએ શહેરના અનેક લોકોને મદદના નામે છતર્યા છે.
થોડા દિવસ પહેલા ઘોડાસર વિસ્તારમાં ATM માં પૈસા જમા કરાવવા ગયેલા મહિલાને ખાતામાં પૈસા જમા ન થતા પાછળ ઉભેલા વ્યક્તિએ મદદ કરવાનું કહીને ATM કાર્ડ લઇને તે કાર્ડ બદલી અન્ય કાર્ડ આપી 40 હજારથી વધુ રકમ ઉપાડી ઠગાઈ કરી હતી. જેના CCTV સામે આવતા પોલીસને એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી સમગ્ર ગેંગની ધરપકડ કરી છે.
આ પણ વાાંચો:- અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ
આરોપીઓની મોડ્સ ઓપ્રેન્ડીની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં ATM પાસે ઉભા રહીને વૃદ્ધો કે મહિલાઓ જે ATM માં પૈસા કાઢવા કે જમા કરાવવા જાય તો તેની પાછળ જઈને પિન જોઇ લેતા. જે તે વ્યક્તિનું એટીએમ કાર્ડ નાખી પૈસા ઉપાડી તેઓને આપી દેતા. બાદમાં તે વ્યક્તિનું ઓરીજનલ એટીએમ કાર્ડ લઇ લેતા અને ભળતું કાર્ડ આપી રવાના થઈ જતા. ત્યારબાદ તેઓ તે વ્યક્તિના ઓરીજનલ ATM કાર્ડમાંથી પૈસા કાઢી લઇ લોકોના નાણાં પડાવી લેતા હતા.
જે ભળતું કાર્ડ વ્યક્તિઓને આપે તે અગાઉ કોઈ સાથે ઠગાઈ કરી હોય તેનું કાર્ડ આપી દેતા હતા. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેઓએ આ રીતે અનેક લોકોના ATM બદલી ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપીંડી આચરી છે. ત્યારે આરોપીઓ પાસેથી પોલીસે 13 ATM કાર્ડ, 40 હજાર રોકડ અને 4 મોબાઈલ અને ઓટો રીક્ષા સહિત કુલ 1.84 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
આ પણ વાાંચો:- 'હું તળાવમાં કૂદવા જાઉં છું, મમ્મીને સાચવજો' પત્ર લખી પોલીસ પુત્રનો આપધાત, મૃતદેહ મળતા પરિવારમાં માતમ
હાલ ઇસનપુર, કાગડાપીઠ અને માધુપુરા વિસ્તારમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી શ્યામ અને સમસુદ્દીને અમદાવાદ શહેર સિવાય બાવળા, નડીયાદ તેમજ કલીકુંડથી અને ચાંગોદરથી આ પ્રકારે લોકોના ATM બદલીને પૈસાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પણ સુત્રોનું કહેવું છે કે, આવા 50 થી વધુ ગુના આરોપીઓએ આચર્યા છે પણ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે