સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ, રત્ન કલાકારોને અપાયા લાંબા વેકેશન

 જિલ્લો મોટેભાગે ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે. મોટાભાગના લોકો જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. ત્યારે હીરા ઉદ્યોગમા હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ચીનમાં કોરોના વાયરસને લઈને હીરામાં આવનારા દિવસોમાં અસર થશે. ચીનના હુવાનથી દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની અસર હીરા ઉધોગ પર પડી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં મોટાભાગે લોકો હીરા ઉદ્યોગ અને ખેતી પર નભી રહ્યાં છે. સુરત પછી અમરેલીને હબ માનવામાં આવે છે. ત્યારે અમરેલી, ભાવનગર અને સુરતથી 37 ટકા હીરાનું એક્સપિર્ટ હોંગકોંગ થાય છે. ત્યારે હોંગકોંગમાં 3 માર્ચ સુધી વેકેશન જાહેર થતા હીરા ઉદ્યોગને નુકશાન થશે. ત્યારે અમરેલીના સાવરકુંડલા હીરા માર્કેટના પ્રમુખે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. 

સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ, રત્ન કલાકારોને અપાયા લાંબા વેકેશન

કેતન બગડા/અમરેલી: જિલ્લો મોટેભાગે ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે. મોટાભાગના લોકો જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. ત્યારે હીરા ઉદ્યોગમા હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ચીનમાં કોરોના વાયરસને લઈને હીરામાં આવનારા દિવસોમાં અસર થશે. ચીનના હુવાનથી દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની અસર હીરા ઉધોગ પર પડી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં મોટાભાગે લોકો હીરા ઉદ્યોગ અને ખેતી પર નભી રહ્યાં છે. સુરત પછી અમરેલીને હબ માનવામાં આવે છે. ત્યારે અમરેલી, ભાવનગર અને સુરતથી 37 ટકા હીરાનું એક્સપિર્ટ હોંગકોંગ થાય છે. ત્યારે હોંગકોંગમાં 3 માર્ચ સુધી વેકેશન જાહેર થતા હીરા ઉદ્યોગને નુકશાન થશે. ત્યારે અમરેલીના સાવરકુંડલા હીરા માર્કેટના પ્રમુખે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. 

હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જિલ્લામાં દિવાળી પછી હીરા ઉદ્યોગ ઉપર અસર જોવા મળી રહી છે. સુરત શહેર ઉપરાંત અમરેલી શહેર અને જિલ્લો હીરા ઉદ્યોગ ઉપર આધારીત છે. હીરા સુરત, અમરેલી અને ભાવનગરથી એક્સપોર્ટ ચીનમાં થાય છે. પોલીશ ડાયમંડ જવેલરીનું સૌથી વધુ ચીનમાં એક્સપોર્ટ થાય છે. ત્યારે હોંગકોંગમા એક માસનું વેકેશન થતા આવનારા સમયમાં અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ ઉપર આની અસર જોવા મળશે. ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોનું કહેવું છે કે કોરોના વાયરસ ઝડપથી કાબુમાં આવે.આથી હીરા ઉદ્યોગ ફરથી ધમધમતું થાય અને લોકોને રોજગારી મળી રહે.

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તેની અસર હીરા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. સુરત પછી અમરેલી જિલ્લો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે.જિલ્લામાં મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ ઉપર આધાર રાખે છે ત્યારે કોરોના વાયરસ ઝડપથી દૂર થાય અને ફરીથી હીરા ઉદ્યોગ ધમધમે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ લોકો માની રહ્યા છે. મંદીની અસર દેખાવા પણ લાગી છે અને અમરેલીનાં સુરતમાં રહેલા રત્ન કલાકારો મંદી હોવા ઉપરાંત લગ્નની પણ સિઝન હોવાથી 1-1 મહિનાનાં વેકેશન પાડીને ગામડે પરત ફરી રહ્યા છે. જેનાં કારણે હાલ ટ્રાવેલ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. હાલ ટિકિટમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news