આ તો ગજબ...મહેસાણા બાયપાસ હાઈવે પર માત્ર 6 વર્ષ પહેલા બનેલો ખારી નદી પરનો પુલ વળી ગયો

Bridge Collapse: ભ્રષ્ટાચારનો ભરડો દિવસને દિવસે વધી રહ્યો હોય તેમ લાગે છે. મહેસાણા બાયપાસ હાઈવે પર ખારી નદીનો પુલ કે જે માત્ર 6 વર્ષ  પહેલા જ હજુ તો બન્યો હતો તે વળી ગયો છે. પુલ વળી જતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. 

Updated By: Jan 24, 2020, 12:17 PM IST
આ તો ગજબ...મહેસાણા બાયપાસ હાઈવે પર માત્ર 6 વર્ષ પહેલા બનેલો ખારી નદી પરનો પુલ વળી ગયો

તેજસ દવે, મહેસાણા: ભ્રષ્ટાચારનો ભરડો દિવસને દિવસે વધી રહ્યો હોય તેમ લાગે છે. મહેસાણા બાયપાસ હાઈવે પર ખારી નદીનો પુલ કે જે માત્ર 6 વર્ષ  પહેલા જ હજુ તો બન્યો હતો તે વળી ગયો છે. પુલ વળી જતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ પુલમાં ભ્રષ્ટાચાર થયો એમ કહેવું કે ભ્રષ્ટાચારનો પુલ કહેવો મુશ્કેલ છે. શરૂઆતથી વિવાદમાં રહેલ બાયપાસની કામગીરીમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ફુગ્ગો ફુટ્યો છે. 

મળતી માહિતી મુજબ મહેસાણા બાયપાસ હાઈવે પર ખારી નદી પર પુલ વળી ગયો છે. આ પુલ 6 વર્ષ પહેલા જ બન્યો હતો. પુલ વળી જવા અંગે આર એન્ડ બીએ એવું કારણ આપ્યું કે ભારે વાહનોના કારણે આ પુલ વળી ગયો છે. હાલ પુલના સમારકામના પગલે પુલ પર વાહન વ્યવહારને બંધ કરી દેવાયો છે. ભારે વાહનો સિટી તરફ ડાઈવર્ટ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. 

જુઓ LIVE TV

અહીં વાત એ નોંધવા જેવી છે કે માત્ર 6 વર્ષ પહેલા બનેલો આ પુલ આ રીતે વળી કેવી રીતે ગયો? પુલની આવી હાલત કઈ રીતે થઈ ગઈ? કોણ આ માટે જવાબદાર? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક