આબુ રોડ : હડકાયા કૂતરાએ બાળકને બચકા ભર્યા, 40 ટાંકા આવ્યા

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડના વાસડા ગામે આજે વિચિત્ર બનાવ બન્યો હતો. વાસડા ગામે હડકાયા કુતરાના આતંકનો ભાગ બે બાળકો બન્યા હતા. બે દિવસમાં હડકાયા કૂતરાએ બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. તો સાથે જ હડકાયા કુતરાએ ઘરની ઓસરીમાં સૂતા 4 વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો. બાળકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં બાળકને 40 ટાંકા આવ્યા હતા. હાલ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. તો રોષે ભરાયેલા ગામલોકોએ હડકાયા કૂતરાને દોડાવી દોડાવીને મારી નાંખ્યો હતો.

Updated By: Jan 24, 2020, 12:50 PM IST
આબુ રોડ : હડકાયા કૂતરાએ બાળકને બચકા ભર્યા, 40 ટાંકા આવ્યા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડના વાસડા ગામે આજે વિચિત્ર બનાવ બન્યો હતો. વાસડા ગામે હડકાયા કુતરાના આતંકનો ભાગ બે બાળકો બન્યા હતા. બે દિવસમાં હડકાયા કૂતરાએ બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. તો સાથે જ હડકાયા કુતરાએ ઘરની ઓસરીમાં સૂતા 4 વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો. બાળકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં બાળકને 40 ટાંકા આવ્યા હતા. હાલ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. તો રોષે ભરાયેલા ગામલોકોએ હડકાયા કૂતરાને દોડાવી દોડાવીને મારી નાંખ્યો હતો.

સાચું કોણ અને ખોટું કોણ? વડોદરાના બાહુલબી નેતા મધુ શ્રીવાસ્તવ કે પછી મહેસૂલ મંત્રી...

પ્રાપ્ત માહિતી અનુસાર, આબુ રોડ પર વાસડા ગામ આવેલું છે. આ ગામમાં એક કૂતરુ હડકવાયુ થયું હતું, જેનો આતંક છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં ફેલાયો છે. આ કૂતરુ ગામમાં લોકોની પાછળ દોડીને બચકા ભરતું હતું. ત્યારે આ ગામમાં રહેતા કાલુરામ માજીરાણાનો ચાર વર્ષનો પુત્ર સંદીપ ગુરુવારે પોતાના ઘરની બહાર સૂતો હતો. હડકાયુ કૂતરુ ઓસરી પર ધસી આવ્યું હતું અને બાળકને બચકા ભરવા લાગ્યું હતું. આવામાં બાળકે બૂમાબૂમ કરી હતી. આખરે પરિવાર દોડી આવ્યો હતો, અને પોતાના દીકરાને કૂતરાના મોઢામાંથી મુક્ત કરાવ્યો હતો.

આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડી શરૂ, સર્જાશે ઉથલપાથલ

ગંભીર રીતે ઘાયલ બાળકને પહેલા પાલનપુરની હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. હડકાયા કૂતરાનો આતંક એવો હતો કે, બે દિવસ પહેલા કૂતરાએ અન્ય એક બાળકને પણ નિશાન બનાવ્યું હતું. ખેતરમાં સૂઈ રહેલા એક બાળકને કૂતરાએ બુધવારના રોજ બચકા ભર્યા હતા. 

આમ, હડકાયા કૂતરાને કારણે ગામલોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આવામાં ગામ લોકોએ જાતે જ કૂતરાને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક