BRTS Accidentમાં હાથ આવ્યા મહત્વના CCTV, બંને ભાઈઓ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યાં હતા...
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગઈકાલે અકસ્માતના એક સીસીટીવી (CCTV) સામે આવ્યા બાદ આજે બીજા સીસીટીવી મળ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું. બંને ભાઈઓના મોત મામલાના તપાસમાં પોલીસ માટે આ સીસીટીવી બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આ સીસીટીવીના આધારે પોલીસ પણ ચોકક્સ તારણ પર પહોચી શકે છે.
Trending Photos
અમદાવાદ :અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગઈકાલે અકસ્માતના એક સીસીટીવી (CCTV) સામે આવ્યા બાદ આજે બીજા સીસીટીવી મળ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું. બંને ભાઈઓના મોત મામલાના તપાસમાં પોલીસ માટે આ સીસીટીવી બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આ સીસીટીવીના આધારે પોલીસ પણ ચોકક્સ તારણ પર પહોચી શકે છે.
નિત્યાનંદ આશ્રમ કેસ : DPS સ્કૂલ વિવાદ મામલે આખરે CBSE બોર્ડ મેદાને આવ્યું
સ્પીડમાં હંકારવાને કારણે બાઈક કન્ટ્રોલમાં રહેતુ નથી
પાંજરાપોળ BRTS અકસ્માત મામલામાં અકસ્માતના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પોલિટેકનિકથી આઈઆઈએમ તરફ જઈ રહેલા બંને ભાઈઓ સ્પીડમાં બાઈક હંકારી રહ્યા છે. આવામાં બાઈક કન્ટ્રોલમાં નથી રહેતું અને બીઆરટીએસ સાથે અથડાય છે. બાઇક-બસની ટક્કર બાદ બાઇકસવાર ભાઈઓ નીચે પટકાય છે. બાઈક સાથે બંને જણા બસના ટાયર નીચે આવી જાય છે. આવામાં બસના તોતિંગ ટાયર તેમના પર ફરી વળે છે.
અમદાવાદના #BRTSAccidentમાં બીજા સીસીટીવી મળ્યા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું #VIDEO #Ahmedabad pic.twitter.com/1V33qUeCBS
— Zee 24 Kalak (@Zee24Kalak) November 22, 2019
હજી પણ અન્ય એન્ગલ તપાસવાના બાકી
ગઈકાલે એક સીસીટીવી બાદ આજે બીજા સીસીટીવી સામે આવ્યા છે. પ્રાથમિક તારણમાં બાઈક સ્પીડમા હતુ તે સામે આવ્યું છે, પરંતુ આ સિવાય એક્સિડન્ટ સર્જાયો ત્યારે ટ્રાફિક સિગ્નલનું ટાઈમર કયા સમયે હતું, બસ સાઈડનું અને વાહન ચાલકો માટેનું સિગ્નલ બંધ હતું કે ચાલુ, સિગ્નલ પર બીઆરટીએસના ડ્રાઈવરે સિગ્નલનો ભંગ કર્યો હતો કે નહિ, બસની સ્પીડ કેટલી હતી તે તમામ બાબતો પણ તપાસનો વિષય છે. આ તમામ બાબતો સામે આવ્યા બાદ જ પોલીસ ચોક્કસ તારણ પર સામે આવી શકે છે.
કરોડોના ખર્ચે લગાવાયેલા સીસીટીવી કોઈ જ કામના નથી
અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલા BRTS અકસ્માત મામલે CCTV ફુટેજ બહુ જ મહત્વનો પુરાવો છે. પરંતુ પાંજરાપોળ જંકશન પર 16 થી વધુ કેમેરા હોવા છતા અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. AMC એ રિલીઝ કરેલા ફૂટેજ અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. કારણ કે, AMCના ફુટેજની ક્વોલિટી યોગ્ય નથી. 16 કેમેરા લાગેલા છે, પણ એક પણ કેમેરો ચાલતો નથી. પોલીસના PTZ કેમેરા પણ બન્યા શોભાના ગાંઠીયા બન્યા છે. તો CCTV ફૂટેજ મામલે AMC અને પોલીસની એકબીજાને ખો આપી રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે