સુરતમાં ભાજપ નેતા અને હાલના કોર્પોરેટર વિવાદમાં! લેતીદેતીમાં બિલ્ડરને ઢોર માર માર્યાનો આક્ષેપ

જોકે પોલીસ રાજકીય દબાણ વશ થઈ ફરિયાદ ન લેતી હોવાનો પણ આરોપ મુકાયો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે બિલ્ડર દ્વારા લેખિતમાં અરજી આપવા માટે તૈયાર નથી. રૂપિયાની લેવડદેવડનો મામલો હોય પ્રાથમિક તપાસ કરવી જરૂરી છે. 

સુરતમાં ભાજપ નેતા અને હાલના કોર્પોરેટર વિવાદમાં! લેતીદેતીમાં બિલ્ડરને ઢોર માર માર્યાનો આક્ષેપ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અને હાલના કોર્પોરેટર દ્વારા ઓફિસે જઈ અપહરણ કર્યા બાદ 68 લાખના ચેક લખાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ બિલ્ડર પાસેથી કોર્પોરેટર દ્વારા ફોર વ્હીલ કાર પણ કબ્જે લેવામાં આવી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા સીસીટીવી ફૂટેજ સાથેના પુરાવા ગોડાદરા પોલીસને સોંપવામાં આવ્યા છે. જોકે પોલીસ રાજકીય દબાણ વશ થઈ ફરિયાદ ન લેતી હોવાનો પણ આરોપ મુકાયો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે બિલ્ડર દ્વારા લેખિતમાં અરજી આપવા માટે તૈયાર નથી. રૂપિયાની લેવડદેવડનો મામલો હોય પ્રાથમિક તપાસ કરવી જરૂરી છે. 

સુરતમાં ભાજપ નેતા અને હાલના કોર્પોરેટર અમિત સિંહ રાજપુત વિવાદમાં આવ્યા છે. કોર્પોરેટર સામે ગોડાદરા ના બિલ્ડર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગોડાદરા ખાતેની ઓફિસમાં ગોંધી રાખી બળજબરીપૂર્વક 68 લાખના ચેક પણ લખાવી લેવામાં આવ્યા હોવાની વાત બિલ્ડર દ્વારા કરવામાં આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારના બિલ્ડર પ્રમોદ ગુપ્તા દ્વારા આ ગંભીર આક્ષેપો ભાજપ નેતા અને કોર્પોરેટર અમિત સિંહ રાજપુત સામે કરવામાં આવ્યા છે. 

પ્રમોદ ગુપ્તાએ જણાવ્યું છે કે સુમિત ગોયંકા નામના શખ્સ જોડે તેઓની નાણાકીય લેવડદેવડ થઈ હતી.જે અંગે ડાયરીની માયાજાળમાં બિલ્ડર ફસાયો હતો.જે દરમ્યાન દુકાન અને નાણાકીય લેવડ-દેવડ મામલે સ્થાનિક નગરસેવક અમિતસિંહ રાજપૂત સાથે વિવાદ ચાલી આવ્યો હતો. ડાયરી ના કારણે નવ જેટલી દુકાનો પણ લખી આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં વધુ 95 લાખ રૂપિયા ની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે.

અમિત રાજપુત અને તેના મળતીયાઓ ઓફિસે ઘસી આવ્યા હતા અને ઓફિસમાં ફજેતો કર્યો હતો. ત્યારબાદ કારમાં બેસાડી ગોડાદરા ખાતેની ઓફિસે લઈ જઇ બળજબરીપૂર્વક 68 લાખના ચેક લખાવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ બેગમાં રહેલા એક લાખ રૂપિયા જેટલી રકમ પણ લૂંટી લેવાઇ હતી. જ્યારે ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લેવામાં આવી હતી. ત્યારબાદ ગોડાદરા પોલીસ મથકે રજૂઆત કરવા છતાં પણ ફરિયાદ લેવામાં આવી નહોતી. 

સાંજે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી પોલીસ દ્વારા ફરિયાદ લેવાની દરકાર સુધા દાખવવામાં આવી નહોતી. અમિત રાજપુત અને તેની ટોળકી આ પ્રમાણે ખંડની વસૂલી લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર અમિત રાજપુત પર બિલ્ડર દ્વારા લગાવેલા આક્ષેપો મામલે ઝી 24 કલાકે અમિત રાજપૂતનો સંપર્ક સાધવાનાં પ્રયત્ન કર્યા હતા. સતત કોલ કર્યા બાદ પણ અમિત રાજપૂતે ફોન ઉપાડ્યો ન હતો. 

મહત્વનું છે કે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ બિલ્ડર દ્વારા પોલીસને સોંપવામાં આવ્યા છે. જે સીસીટીવી ફૂટેજમાં કોર્પોરેટર અમિત રાજપુત અને તેના માણસો નજરે પડી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે રૂપિયાની લેવડ-દેવડ નો મામલો છે. અરજી આપશે તો તપાસ કરી પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ બિલ્ડર દ્વારા હાલ કોઈ અરજી આપવામાં આવી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news