અનામત ન મેળવતા સવર્ણો માટે વિજયભાઈની સરકારનું પ્લાનિંગ, જાણવા માટે કરો ક્લિક

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે.

અનામત ન મેળવતા સવર્ણો માટે વિજયભાઈની સરકારનું પ્લાનિંગ, જાણવા માટે કરો ક્લિક

ગાંધીનગર : આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી સ્થિતિની ચર્ચા થશે. આ સિવાય સિંચાઈ અને પીવાના પાણના સ્રોતો હાલની સ્થિતિની સમીક્ષા થશે. સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાના મામલા વિશે પ્લાનિંગ કરશે અને વાઇબ્રન્ટ ગુજરાત તેમજ સરકારના નીતિ વિષયક બાબતોના આયોજનો થશે. 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આજે યોજાનારી કેબિનેટ મીટિંગમાં રૂપાણી સરકાર અનામતનો લાભ ન મેળવતા સવર્ણો માટે 25 નવી યોજનાઓ જાહેર કરી શકે છે. ગુજરાત સરકારે વેલ્ફેર સ્કીમ માટે માર્ચ મહિનામાં જ 532 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જો કે હજુ સુધી યોજનાઓની સત્તાવાર જાહેરાત થઈ નથી. આર્થિક પછાત અને બિનઅનામત વર્ગના લોકો માટે 25 યોજનાઓ જાહેર કરી શકે છે. કેટલીક યોજનાઓ SC, ST અને OBCના લોકોને મળે છે તેને સમાંતર હશે તો કેટલીક અલગ હશે. રાજ્યમાં પ્રથમ બિનઅનામત આયોગ દ્વારા સલાહ-સૂચનો સાથે રિપોર્ટ સોંપી દેવાયો છે.

આ આયોજન વિશે અખબારને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે, “બિનઅનામત વર્ગ માટે સરકારે 25 નવી યોજનાઓની રૂપરેખા તૈયાર કરી છે. કેબિનેટ દ્વારા આ અઠવાડિયે અથવા તો આવતા અઠવાડિયા સુધીમાં યોજનાઓને મંજૂરી આપી દેવામાં આવશે. કેટલીક યોજનાઓ SC-ST અને OBC વર્ગને મળે છે તેવી જ હશે તો કેટલીકમાં બિનઅનામત વર્ગની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news