ઈડર: સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને ગત મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો

Updated By: Sep 15, 2019, 10:30 AM IST
ઈડર: સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: ઈડરમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. આ ઘટનાની જાણ થા ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઇને ઇડર પોલીસ સ્ટેશનમાં સામસામે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

આ પણ વાંચો:- ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ATSએ કરી ધરપકડ

પ્રાપ્ત માહિત અનુસરા, ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને ગત મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો. બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ત્યારે આ ઘટનાને લઇને ઇડર પોલીસ સ્ટેશનમાં સામસામે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...