દક્ષિણ ગુજરાત અને ભાવનગરને હાઇ એલર્ટ, માછીમારોને બોલાવ્યા પાછા

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને પહોંચી વળવા માટે ગુજરાતમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી સંભવિત દરિયાઈ વાવાઝોડાની સ્થિતિની વિગતો મેળશે.

દક્ષિણ ગુજરાત અને ભાવનગરને હાઇ એલર્ટ, માછીમારોને બોલાવ્યા પાછા

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંકટ યથાવત છે ત્યારે બીજી તરફ ગુજરાત પર કુદરતી આફતનું સંકટ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ રૂપાણીએ સંભવિત દરિયાઈ વાવાઝોડાની સ્થિતિની વિગતો મેળવી છે.

અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરને રાજ્ય પર વાવાઝોડાનું સંકટ વધ્યું છે. ત્યારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે સીએમ રૂપાણીની અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસુલમંત્રી કૌશિક પટેલ અને મહેસુલ અધિ મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યાં હતા. ત્યારે રાજ્યમાં વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, 3 તારીખે સંભવિત વાવાઝોડું આવવાની શક્યાતા છે. 2 તારીખે મોડી રાત્રે એટલે કે 3 તારીખ વેહલી સવારના વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર પાસેથી પસાર થશે તેવી સંભાવના છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ભાવનગર અને અમરેલી જિલ્લાને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડા સાથે વરસાદની પૂરતી શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પૂરતી શક્યતા છે. સંભવતિ જિલ્લાઓના કલેકટરો સાથે હાઈ પાવર કમિટીની બેઠક કરી છે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે કુદરતી વાવાઝોડું એટલે બંનેની સાથે સમીક્ષા કરવામાં આવી અને વ્યવસ્થા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાના માછીમારોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. અગરિયાઓને પણ ખસેડી લેવામાં આવ્યા છે. ઝીંગા ફાર્મમાં કામ કરતા લોકોને પણ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. લો લાઇન એરીયાના તમામ લોકોનું સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે.

સંભવિત વાવાઝોડાના કારણે સૌથી વધુ અસર ઇલેક્ટ્રિકસીટી પર થતી હોય છે. જેને લઇ ડિપાર્ટમેન્ટને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. હેલ્થ વિભાગના લોકોને પણ વિશેષ કાળજી માટે કહેવામાં આવ્યું છે. કોલ પેશન્ટોની ખાસ વિશેષ જાળવણી કરવાની તકેદારી રાખવામાં આવશે. કોરોના આવીને એ માટે સ્થળાંતરિત લોકો ને માણસ ફરજિયાત સોશિયલ ડિસ્ટેન્સિંગ, હેન્ડ વોશ વિશેષ ચિંતા કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ અનાજ બગડી ન જાય એટલે આખા ગુજરાતના બધી વસ્તુઓ સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવે અથવા પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવે.

3 અને 4 તરીખે જરૂર પૂરતું જ બહાર નિકળે તેવી દક્ષિણ ગુજરાત અને ભાવનગરના લોકોને અપીલ કરવામાં આવી છે. જે ગંભીર રોગથી પીડાય છે તેવા વૃદ્ધો અને બાળકો આ બે દિવસ વિશેષ કાળજી રાખે તેવી એપીલ કરવામાં આવી છે. પવન, વરસાદ અને સંક્રમણને કારણે કોઇ મુશ્કેલી ન પડે તેની કાળજી લેવી. બચાવકાર્ય માટે એનડીઆરએફ અને એસઆરપીની ટીમો કામે લગાડી છે. 

એસડીઆઇએફની પાચ ટીમ દક્ષિણ ગુજરાતમાં સ્ટેન્ડ ટુ પર મૂકવામાં આવી છે. કોઈનું મૃત્યુ ન થાય એ દિશામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામે લાગ્યું છે. વાવાઝોડામાં 110થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લો લાઇન એરિયામાં સ્થળાંતર માટે કલેકટરને જવાબદારી સોપવામાં આવી છે. રાજ્યના છ જિલ્લાઓ સૌથી પ્રભાવી વાવાઝોડાના કારણે થશે તેવી શક્યતાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news