કોરોના પરિસ્થિતિ ગંભીર બનતા સુરત દોડી ગયા મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ, યોજાઈ મહત્વની બેઠક

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. એવામાં પરિસ્થિતિ વધું ગંભીર બનતા આરોગ્ય મંત્રી સુરત પહોંચી ગયા હતા. જો કે, રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સુરત દોડી આવ્યા

કોરોના પરિસ્થિતિ ગંભીર બનતા સુરત દોડી ગયા મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ, યોજાઈ મહત્વની બેઠક

તેજશ મોદી/ સુરત: રાજ્યમાં કોરોનાના (Coronavirus) સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. એવામાં પરિસ્થિતિ વધું ગંભીર બનતા આરોગ્ય સચિવ (Health Secretary) સુરત પહોંચી ગયા હતા. જો કે, રાજ્યના મુખ્યમંત્રી (CM) અને નાયબ મુખ્યમંત્રી (DyCM) પણ સુરત દોડી આવ્યા છે. ત્યારે સુરતમાં (Surat) વધતા કોરોના કેસને લઇને સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં જેમાં સુરતમાં કોરોનાની (Surat Corona) સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરશે તેમજ ખાસ દિશા નિર્દેશ આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સને સંબોધશે.

સુરતમાં સતત વધતા કોરોના સંક્રમણને લઇ રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવી પહોંચ્યા છે. સીએમ સાથે નાયબ મુખ્યમંત્રી, ગુજરાત ભાજપ અધ્યક્ષ, આરોગ્ય મંત્રી સહિતના અનેક લોકો ત્યાં હાજર છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સુરત સેવા સદન ખાતે તાત્કાલીક કોરોના સંક્રમણને લઇ બેઠક યોજવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરતમાં કોરોના સંક્રમણને જોતા સીએમ રૂપાણી કેટલાક મહત્વના નિર્ણયો લઇ શકે છે.

આ પણ વાંચો:- ઓક્સિજનના અભાવે કોરોના દર્દી મહિલાનું મોત, સ્વજનોએ કહ્યું-હમણાં જ તો વાત કરી હતી

ઉલ્લેખનીય છે કે, સુરતમાં અત્યાર સુધીમાં કુલ 68625 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 787 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ સુરતમાં કુલ 848 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના હાજર અધિકારીઓ સાથે બેકઠમાં ચર્ચા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news