કોરોના થયાના 60 દિવસ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી કોવિશિલ્ડ વેક્સીન 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વેક્સીન (corona vaccine) લીધી છે. સેક્ટર 8 ના સરકારી હોસ્પિટલમાં મુખ્યમંત્રી રૂપાણી (Vijay rupani) એ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે. વેક્સીન લેવાની હોવાથી તેઓ ટી શર્ટ પહેરીને આવ્યા હતા. તેમણે પોતાનું આધાર કાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કર્યું હતુ, અને ત્યાર બાદ વેક્સીન લીધી હતી.  

કોરોના થયાના 60 દિવસ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી કોવિશિલ્ડ વેક્સીન 

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વેક્સીન (corona vaccine) લીધી છે. સેક્ટર 8 ના સરકારી હોસ્પિટલમાં મુખ્યમંત્રી રૂપાણી (Vijay rupani) એ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે. વેક્સીન લેવાની હોવાથી તેઓ ટી શર્ટ પહેરીને આવ્યા હતા. તેમણે પોતાનું આધાર કાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કર્યું હતુ, અને ત્યાર બાદ વેક્સીન લીધી હતી.  

વેક્સીન લીધા બાદ તેમણે મીડિયા સંબોધનમાં કહ્યુ હતુ કે, અત્યારે મેં વેક્સીન લીધી છે. જનતાને અપીલ કરું છું કે, 45 વર્ષની ઉપરના લોકો ઝડપથી વેક્સીન લઈ લે અને બંન્ને ડોઝ પૂરા કરે. મને આજથી 60 દિવસ પહેલા કોરોના થયો હતો એટલે લોકોને પણ અપીલ કરું છું કે, કોરોના થઈ ગયેલા લોકો પણ લઈ લે. કોરોના થઈ ગયો હોય તો પણ ડોક્ટરની સલાહ મુજબ 45 કે 50 દિવસ પછી અવશ્ય વેક્સીન લગાવી લો. બીજું સંક્રમણ જે રીતે વ્યાપક બન્યુ છે, તેમાં જેઓએ વેક્સીન લગાવી લો તો બહુ તકલીફ પડી નથી. ભારત સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીન આપવાની જાહેરાત કરી છે. તેથી ગુજરાતે પણ આ માટે તૈયારી કરી લીધી છે. મોટાપાયે વેક્સીનેશનથી કોરોના સંક્રમણમાંથી આપણે બચી શકીશું. 

આફત પર આફત : ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં નવી બીમારીએ એન્ટ્રી લીધી 

તેમણે વધુમાં કહ્યુ કે, વેક્સીન આપણા માટે સલામત છે. બધા લોકો વેક્સીન લઈ લે તે જરૂરી છે. રાજ્ય સરકારે ગઈકાલે સાંજે નિર્ણય કર્યો છે. હાલ આપણે આ સંક્રમણને ધ્યાનમાં રાખીને ત્રણ મહિના માટે પગાર વધારો કરવામાં આવ્યો છે. નવા અને જૂના તમામ લોકોને ત્રણ મહિના માટે લાભ આપવામાં આવશે. કોરોનાની લડાઈમાં કોરોના વોરિયર્સને બિરદાવવાનુ કામ કર્યું છે. 15મી માર્ચે આપણી પાસે 45 હજાર બેડ હતા, જે આજે આપણે 80,000 સુધી પહોંચ્યા છે. હજુ ૮૦૦૦ જેટલા બેડ વધારશે. 22 તારીખે એટલે કે આવતીકાલથી જીએમડીસી ગ્રાઉન્ડ પર 900 બેડની હોસ્પિટલ શરૂ થશે. હાઈકોર્ટમાં પણ એફિડેવિટ કરીને સરકારે કહ્યુ છે કે, સિવિલ હોસ્પિટલમાં ત્રણ હજારથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. 30 દર્દીઓ બહાર લાઈનમાં હોય છે. બેડ ખાલી થાય છે ને ટાઇપ થાય પછી બીજા પેશન્ટને બેડ અપાય છે. રાજ્ય સરકારે સૂચના આપી છે કે લાંબા સમય એમ્બ્યુલન્સમાં સારવાર લેવી ન પડે તેવી વ્યવસ્થા કરો. આ પ્રકારની કટોકટી સર્જાય છે ત્યારે ક્યારે પ્રાયોરીટી નક્કી કરવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. 

તો રેમડેસિવિર ઈન્જેક્શન વિશે તેમણે કહ્યુ કે, જ્યારે વધુ જથ્થો રેમડેસિવિર ઉપલબ્ધ થશે પછી ઘરે સારવાર લેનારને ઈન્જેક્શન આપવામાં આવશે. ઘરે સારવાર કરાવનારને રેમડીસીવર આપવાની મુખ્યમંત્રીએ લાચારી વ્યક્ત કરી.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મોટા ભાગના વીવીઆઈપી લોકોએ ભારત બાયોટેકની વેક્સિન લીધી છે. જો કે મુખ્યમંત્રી દ્વારા સીરમ ઇન્સ્ટિટયૂટની વેક્સીન લેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news