રાજ્યસભા ચૂંટણી: ભાજપે છેલ્લી ઘડીએ નરહરી અમીનને ઉતારી એક કાંકરે બે પક્ષી માર્યા

રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ઉથલ પાથલ વધતી જઇ રહી છે

રાજ્યસભા ચૂંટણી: ભાજપે છેલ્લી ઘડીએ નરહરી અમીનને ઉતારી એક કાંકરે બે પક્ષી માર્યા

ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ઉથલ પાથલ વધતી જઇ રહી છે. એક પછી એક રાજકીય નેતાઓ મેદાને ઉતરી રહ્યા છે. આ નેતાઓ એક પછી એક નિવેદનો પણ આપી રહ્યા છે અને તેનાં પર થયેાલ આરોપોનાં જવાબો પણ. ગુજરાત રાજકારણમાં હાલ વાણીવિલાસ ખુબ જ વધી રહ્યો છે. જો કે ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ પાટીદાર નેતા નરહરી અમીનને હુકમના એક્કા તરીકે ઉતારવામાં આવ્યા બાદ કોંગ્રેસ ઉંઘતી ઝડપાઇ છે. જો કે કોંગ્રેસે પોતે ઉંઘતી ઝડપાતા હવે ભાજપ પર આરોપો આપવાની શરૂઆત કરી છે. આ તબક્કે કોંગ્રેસના પુંજાભાઇ વંશે જણાવ્યું કે, ભાજપે છેલ્લી ઘડીએ પાટીદાર નેતાને ઉતાર્યા છે, પરંતુ તેમની મેલી મુરાદ પુરી નહી થાય.

કચ્છ: કોરોનાના બે શંકાસ્પદ કેસ મળી આવતા હડકંપ, તંત્ર દોડતુ થયું
કોંગ્રેસે રણનીતિ સુધારવાનાં બગલે ભાજપ પર આક્ષેપો ચાલુ કર્યા
બીજી તરફ કોંગ્રેસનાં પાટીદાર નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીની તોડજોડની રાજનીતિ કરી રહી છે. જો કે દબાયેલા સ્વરમાં તેમણે પણ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા પાટીદાર નેતાને ઉતારવામાં આવ્યા હોત તો વધારે સારૂ થયું હોત. આગામી 2022ની ચૂંટણીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતો ચૂંટણીમાં પાટીદારોનું સમર્થન મળી શક્યું હોત. રાજ્યસભામાં પાટીદાર ઉમેદવાર સમગ્ર પાટીદાર સમાજનો વિશ્વાસ જીતવામાંવધારે સફળ રહ્યું હોત.

પોલીસ સામે સવાલ: અમદાવાદ એક જ દિવસમાં દુષ્કર્મનાં ચાર કિસ્સા સામે આવતા ચકચાર
નરહરી અમિનને ભાજપે હારવા માટે જ ઉભા રાખ્યા છે
કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમીન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ક્યાં ઉમેદવાર નક્કી કરવા તે પાર્ટીની આંતરિક બાબત છે. જો કે ભાજપે અગાઉ જે પ્રકારે બળવંત સિંહનો ઉપયોગ કર્યો હતો તે પ્રકારે આજે નરહરી અમીનને ભાજપે હારની સીટ પર ઉભા રાખવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ જાહેરાતમાં નરહરી અમિનનો સમાવેશ કરવામાં નથી આવ્યો. તેઓને ભાજપમાં જોડાયા બાદ કોઇ તક પણ આપવામાં આવી નથી. માટે સાપ પણ મરે અને લાઠી પણ ન તુટે તે માટે ભાજપે તેને હારવાની સીટ આપી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news